દર્દનાક અકસ્માતના LIVE દ્રશ્યો CCTVમાં કેદ: ST બસે રિક્ષાને ટક્કર મારતા 60 વર્ષીય રિક્ષા ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત

અમદાવાદ(Ahmedabad): શહેરમાં અકસ્માત (accident)ની ઘટનાઓનો ગ્રાફ દિવસેને દિવસે ઉંચો જઈ રહ્યો છે. અકસ્માતને કારણે કેટલાય લોકોના અકાળે જીવ જતા હોય છે. ત્યારે હાલ વધુ એક…

અમદાવાદ(Ahmedabad): શહેરમાં અકસ્માત (accident)ની ઘટનાઓનો ગ્રાફ દિવસેને દિવસે ઉંચો જઈ રહ્યો છે. અકસ્માતને કારણે કેટલાય લોકોના અકાળે જીવ જતા હોય છે. ત્યારે હાલ વધુ એક દર્દનાક અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. જેમાં એસ.ટી.બસ (ST Bus)ના ચાલકે રિક્ષા (Rickshaw)ને ટક્કર મારતા રિક્ષા પલટી ગઈ હતી. જેના કારણે રિક્ષા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.

મળતી માહિતી અનુસાર, 60 વર્ષીય નિલેશભાઈની રિક્ષાને એસ.ટી.બસના ચાલકે ટક્કર મારતા તેમનું મોત થયું છે. એસ.ટી. બસના ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું જણાઈ રહ્યું છે. આ દર્દનાક અકસ્માત નજીકમાં લાગેલા CCTVમાં કેદ થયો છે. જેમાં જોઈ શકાય છે કે, કેવી રીતે બસની ટક્કર લગતા રિક્ષા પલટી ગઈ હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે, રીક્ષા પલટવાની સાથે રીક્ષા ચાલકનું પણ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હાલ આ મામલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ CCTVના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *