પડતર માંગોને લઈને સુરતમાં STના કર્મચારીઓની હડતાલની ચીમકી- આજ મધરાતથી 500 ST બસનાં પૈડાં થંભી જશે

સુરત(Surat): ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન(Gujarat State Transport Corporation)ના કર્મચારીઓ પડતર માગોને લઈને ઘણા સમયથી પ્રદર્શન યોજી રહ્યાં છે. એસટી બસના કર્મચારી(ST employees)ઓ સાતમા પગાર પંચ…

સુરત(Surat): ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન(Gujarat State Transport Corporation)ના કર્મચારીઓ પડતર માગોને લઈને ઘણા સમયથી પ્રદર્શન યોજી રહ્યાં છે. એસટી બસના કર્મચારી(ST employees)ઓ સાતમા પગાર પંચ સહિતનાં 20 પ્રશ્નોને લઈને ગુજરાત ભરમાં આંદોલન કરી રહ્યા છે. જેના ભાગરૂપે સુરતના એસ.ટી ડેપો ખાતે પણ કર્મચારીઓ દ્વારા વિરોધ(ST bus employees protest) કરવામાં આવ્યો હતો. કર્મચારીઓ દ્વારા અહી સુત્રોચાર કરવામાં આવ્યા હતા અને સાથે સાથે હડતાલની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

સુરત એસટી કર્મચારીઓની પડતર માંગણીઓ સ્વીકારવામાં નહીં આવતા બુધવારે રાતે ૧૨ વાગ્યાથી રાજ્યભરની સાથે સુરત એસટીની ૫૦૦ બસના પૈડાં થંભી જશે. રાજ્યના ૪૦ હજાર એસટી કર્મચારીઓ સાતમું પગારપંચ, ૨૮ ટકા મોંઘવારી ભથ્થું, ડ્રાઇવર કંડક્ટરને ૧૯૦૦નો ગ્રેડ પે, કોન્ટ્રાક્ટ કર્મીઓને ૧૯,૯૫૦ રૂપિયાનો પગાર ચૂકવવા સહિતની માંગણી મુદ્દે લડત ચલાવી રહ્યા છે. પરંતુ સરકાર દ્વારા કોઇ જ હકારાત્મક પ્રતિસાદ આપવામાં નહીં આવતા બુધવારે એટલે કે આજે મધરાતથી હડતાળની જાહેરાત કરવામાં આવી છે.

બેઠકમાં કોઈ નિરાકરણ નહિ આવતા હડતાળ:
જોકે, એસટી કર્મચારીઓના વિવિધ મંડળ સાથે ગાંધીનગર ખાતે રાત્રે ૧૧ વાગ્યે બેઠક પુરી થઈ હતી. આ બેઠકમાં કોઇ નિરાકરણ નહીં આવતા કર્મચારીઓએ બુધવારે રાતે ૧૨ વાગ્યાથી હડતાળ પર ઊતરવાની જાહેરાત કરી હતી. અધિકારીઓ સાથે મેરેથોન ચર્ચા થઈ હતી. પરંતુ આ ચર્ચા પડી ભાંગતા બુધવારે રાત્રે ૧૨ વાગ્યાથી સુરત એસટીની ૫૦૦ બસના પૈડાં થંભી જશે. સામી દિવાળીએ કર્મચારીઓ હડતાળ પર ઊતરશે તો નાગરિકોએ હાલાકીનો સામનો કરવો પડશે.

મળતી માહિતી મુજબ બુધવારની મધ્યરાત્રીથી જ કર્મચારીઓ હડતાળ પર ઉતરી જશે. આ અંગે માહિતી આપતા એસ.ટી મજદૂર સંઘના પ્રદેશ ઉપપ્રમુખ અનિલ નિશાદે જણાવ્યું હતું કે, સાતમું પગારપંચ, મોંઘવારી ભથ્થું, પે-સ્કેલ, એરિયસ સહિત વિવિધ માગણીઓને લઈ એસટીના ૪૦ હજાર જેટલા કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી રજૂઆત કરી રહ્યાં હતા. અલગ અલગ ૨૦થી વધુ માંગણીઓ મુદ્દે સરકારને વારંવાર રજૂઆત કરી હતી.

વધુમાં જણાવતા કહ્યું છે કે, એટલું જ નહીં કાળીપટ્ટી બાંધી રાજ્યભરના એસટી ડેપોમાં દેખાવો કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આમ છતાં આજદિન સુધી કોઇ નક્કર પગલા ભરવામાં આવ્યા નથી. એટલું જ નહીં તાજેતરમાં વાહન વ્યવહાર મંત્રીને રજૂઆત કરી પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું ૧૦ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યુ હતું. જેને પગલે મંગળવારે રાત્રે બેઠક મળી હતી પરંતુ માંગણી નહીં સંતોષાતા એસટી કર્મચારીઓએ હડતાળ પર ઉતરવાનું નક્કી કરી લીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *