સુરત સિવિલના દરવાજા બંધ થતા દીવાલ કુદીને જઈ રહ્યા છે દર્દીના સબંધી અને નર્સિંગ સ્ટાફ, મોટી ઉંમરના લોકોને પણ…

હાલમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલના ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે. જેથી કોઈપણ ખાનગી એમ્બ્યુલન્સ અંદર પ્રવેશી શકતી નથી ઉપરાંત 108ને પણ અંદર હાલ પ્રવેશવા…

હાલમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલના ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે. જેથી કોઈપણ ખાનગી એમ્બ્યુલન્સ અંદર પ્રવેશી શકતી નથી ઉપરાંત 108ને પણ અંદર હાલ પ્રવેશવા દેવામાં આવતી નથી. સુરત નવી સિવિલ હોસ્પિટલના ગેટને બંધ કરી દેવાતા કોરોના દર્દીઓના સંબંધીઓ સહિત નર્સિંગ સ્ટાફ અંદર કેવી રીતે પ્રવેશે તે એક મોટી મૂંઝવણ ઉભી થાય છે.

સુરત સિવિલ હોસ્પિટલમાં પહોંચવું એટલે અગવડતાનો સામનો કરવા જેવું છે. એવું કહી શકાય કે, જાણે સરળતાથી સિવિલ હોસ્પિટલમાં પહોંચે તો એ સિવિલ હોસ્પિટલ નહીં. સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ કંઈક ને કંઈક એવી અગવડતા ઉભી થાય છે કે જેનાથી દર્દીઓ અને તેના સંબંધીઓ પરેશાન થઈ જાય છે.

પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે, સિવિલ હોસ્પિટલમાં કોવિડ દર્દીઓના સંબંધીઓ હોસ્પિટલમાં પ્રવેશવા માટે ગેટ ઓળંગીને જવું પડે છે. ગેટ બંધ હોવાના કારણે મહિલાઓ અને વયોવૃદ્ધ વ્યક્તિઓને ભારે મુશ્કેલી પડી રહી છે. ગેટ બંધ કરવા પાછળનો કારણ સમજાતું નથી. જાણવા મળ્યું છે કે, મહિલાઓ જે રીતે ગેટ ઓળંગી રહી છે તે જોતા તેમનો પડી જવાનો પણ ભય રહેલો છે તેઓ ગેટ ઓળંગતી વખતે ઇજાગ્રસ્ત થઇ શકે તેવી પૂરી શક્યતા દેખાઈ રહી છે.

ગઇકાલે પણ આ જ પ્રકારે ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા. જાણવા મળ્યું છે કે, માત્ર દર્દીના સગાઓ નહીં પરંતુ નર્સિંગ સ્ટાફને પણ આ જ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સીવીલ હોસ્પિટલ કેમ્પસ ખૂબ જ વિશાળ હોવાથી એક ગેટ પરથી બીજા ગેટ પર જવા માટે ઘણું ચાલવું પડે છે.

ગેટ બંધ હોવાની સ્થિતિમાં સિક્યુરિટી ગાર્ડ પણ સતત સ્ટાફ મેમ્બરને દર્દીના સગાઓ સાથે ઊદ્ધતાં ભર્યું વર્તન કરતા હોય છે. મહિલાઓ ગેટ ઓળંગવા માટે પ્રયાસો કરતાં જોવા છતાં પણ સિક્યુરિટી ગાર્ડ દ્વારા તેમને કોઈપણ પ્રકારની મદદ મળતી નથી. ગેટ ખોલીને તેમને અંદર જવા દેતા નથી.

કદાચ સિવિલ તંત્ર દ્વારા જરૂરિયાત વગરના લોકો સિવિલ હોસ્પિટલમાં અવરજવર ન કરે તેના માટે પણ જો આ નિર્ણય લેવાયો હોય તો દર્દીઓના સગા સબંધીઓને અંદર પ્રવેશવા દેવા માટે ઓળખકાર્ડ જેવી સુવિધા હોવી જોઈએ. જેથી તેઓ સરળતાથી અંદર પ્રવેશી શકે અને સિક્યુરિટી ગાર્ડ સાથે ખોટી રકજક ન થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *