SBIએ પોતાના ગ્રાહકોને આપી ભેટ, હવે આ ચાર્જ વસુલવામાં નહી આવે

Published on Trishul News at 10:50 AM, Sun, 14 July 2019

Last modified on July 14th, 2019 at 10:50 AM

SBI એટલેકે ભારતીય સ્ટેટ બેન્કના ગ્રાહકો માટે સારા સમાચાર છે. SBIએ RTGS, NEFT અને IMPS માટે વસુલાતા ચાર્જ ખતમ કરી દીધા છે. મતલબ હવે ભારતીય સ્ટેટ બેન્કની આ તમામ સર્વિસ પર કોઈ પણ ચાર્જ વસુલવામાં નહી આવે. આપને જાણાવી દઈએ કે YONO એપથી NEFT અને RTGS લેવડદેવડ સાથે ઇન્ટરનેટ બેન્કીંગ અને મોબાઈલ બેન્કીંગ માટે જે ચાર્જ વસુલતી હતી તે 1 જુલાઈથી સમાપ્ત કરી દેવામાં આવ્યા છે. IMPSના આ ચાર્જ આ તમામ પ્લેટફોર્મ પર 1 ઓગસ્ટ 2019થી ખતમ થઈ જશે.

આપને જણાવી દઈએ કે SBIએ પોતાની શાખાઓના માધ્યમથી NEFT અને RTGS કરનારા લોકો માટે પહેલાજ ચાર્જ 20 ટકા ઘટાડ્યો હતો. બેન્કે આ પગલું ડિજીટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહિત કરવા માટે લીધુ છે. દેશની સૌથી મોટી બેન્કે YONO,ઈન્ટરનેટ બેન્કીંગ અને મોબાઈલ બેન્કીંગને વેગવંતુ બનાવવા અને વધારેમાંવધારે લોકો તેનો ઉપયોગ કરે એ હેતુથી આ પગલુ ઉપાડ્યુ છે.

SBI આ તમામ સેવાઓ માટે કેટલું વસુલતુ હતુ ચાર્જ?

10,000 રૂપિયાના ટ્રાન્સફર માટે બેન્ક 2.30 રૂપિયા વસુલતુ હતુ. તો 10,000 રૂપિયાથી 1 લાખ સુધી NEFT ચાર્જ 5 રૂપિયા છે. 1થી 2 લાખ રૂપિયા માટે આ ચાર્જ 15 રૂપિયા અને બે લાખથી ઉપર માટે 25 રૂપિયા છે. જો RTGSની વાત કરીએતો બેન્ક 5 રૂપિયાથી 50 રૂપિયા સુધી વસુલતુ હતુ. RTGS બે લાખ રૂપિયાથી વધારે રકમ માટે આ વસુલતુ હતુ. RBIની હાલની મૌદ્રિક નીતિ સમિક્ષામાં RTGS અને NEFT ચાર્જ 1 જુલાઈથી ખતમ કરવાનો નિર્ણય કર્યો હતો.

31 માર્ચ 2019ના આંકડાઓ અનુસાર SBIનાં ઇન્ટરનેટ બેન્કીંગના ગ્રાહકોની સંખ્યા 6 કરોડ છે. તો 1.41 કરોડ ગ્રાહક મોબાઈલ બેન્કિંગનો ઉપયોગ કરે છે. SBIની મોબાઈલ એપ YONOના લગભગ 1 કરોડ યૂઝર્સ છે. બેન્કના આ પગલાનો ઉદ્દેશ્ય વધારેમાં વધારે લોકોને ડિજીટલ પ્લેટફોર્મથી જોડવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "SBIએ પોતાના ગ્રાહકોને આપી ભેટ, હવે આ ચાર્જ વસુલવામાં નહી આવે"

Leave a comment

Your email address will not be published.


*