રાજ્ય સરકાર ખેડૂતોને મળવાપાત્ર સબસીડી અને સહાય ચૂકવવાના નાટકો બંધ કરે- કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ

કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ દ્વારા સરકાર પર કટાક્ષ કરતા કહ્યું છે કે, રાજ્ય સરકાર ખેડૂતોને મળવાપાત્ર સબસીડી અને સહાય ચૂકવવાના નાટકો બંધ કરે. કોંગ્રેસ પ્રવક્તા…

કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ દ્વારા સરકાર પર કટાક્ષ કરતા કહ્યું છે કે, રાજ્ય સરકાર ખેડૂતોને મળવાપાત્ર સબસીડી અને સહાય ચૂકવવાના નાટકો બંધ કરે.

કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે સરકાર પર કટાક્ષ કરતા કહ્યું છે કે, ડ્રીપ ઇરિગેશન, ખેતર ફરતી ફેન્સિંગ, સ્કાય યોજના (ખેડુત ખેતરમા હવે વિજળી પેદા કરશે), ખેતી ઓજારો કે પશુ પાલન જેવા વ્યવસાય જેવી અનેક યોજના ઉપર સબસીડી આપવાની હોય કે અતિવૃષ્ટીમા પાકની નુકશાનીની સહાય આપવાની બાબત હોય. સરકાર તેની યોજનાના મસમોટી જાહેરાતો કરે છે અને જ્યારે ચુકવવાનો વખત આવે એટલે સરકાર પોતાની ખેડુત વિરોધી માનસિકતા પ્રગટ કરી રહી છે.

સાથે મનહર પટેલે કહ્યું છે કે, જાણે સરકારમા અપેક્ષિત ખેડુતોને પણ કોઇપણ રાહત ન દેવાનો લાલીયાવાડી કરતો વિભાગ જાણે ૨૪x૭ કાયઁરત હોય તેવુ લાગી રહ્યું છે. સરકાર વહીવટી આટીઘુટી, અપારદશઁકતા, ઓનલાઇનના ડફાકા, અપુરતા કમઁચારીઓ અને સમય પાબંધીઓ જેવા અને મુદા સામે ધરીને ખેડુતને આપેલા વચનોને રફેદફે કરી રહી છે. જનતા આ વાતને જાણી ગઈ છે.

સરકાર મોટા ઉપાડે કરેલા જાહેરાતોના જવાબ પણ આપી શકતી નથી. ૫૫ % રોજગારી પુરો પાડતો અને ગ્રામ્ય જીવનને ધબકતુ રાખતો અને ૫૦ % હુંડીયામણ આપતો આ ખેતીનો વ્યવસાય છે. છતાં પણ આટલી બધી ઉપેક્ષા શા માટે ? આ સવાલ માત્ર ખેડુતનો નથી દેશના પ્રબુધ્ધ લોકોનો પણ છે. તેવો કટાક્ષ મનહર પટેલે સરકાર પર કર્યો છે.

મનહર પટેલે કહ્યું છે કે, આજે ૨૫ વર્ષે પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડુતોને ખેતી માટે સમયે વિજળી, પાણી, પાક વિમો, પાકના પોષણક્ષમ ભાવ કે પાકની સુરક્ષા જેવી પાયાની સુધી આપવામા નિષ્ફળ ગઇ છે, એે જ સાબિત કરે છે ભારતીય જનતા પાર્ટી સરકારની આ ચાલ ખેડુતોને પાયમાલ કરવાની છે. ખેડુતો જાણી ચુક્યા છે કે ભાજપા સરકાર અન્નદાતા પ્રત્યે કેટલી સંવેદન છે. પરંતુ દેશનો ખેડુત સમાજ હવે ભાજપાની દોગલી અને ખેડુત વિરોધી નીતિને ઓળખી ગયો છે અને તેનો આવનારા સમયમા જવાબ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *