Statue Of Unityથી આદિવાસીઓને રોજગાર મળશે તેવો દાવો પડ્યો ખોટો, 200 આદિવાસી કામદારોને છુટા કરાયા

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ સમયે ગઇકાલે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીને કારણે સ્થાનિક લોકોને રોજગારી મળશે પરંતુ સરદાર પટેલની પ્રતિમાના…

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ સમયે ગઇકાલે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીને કારણે સ્થાનિક લોકોને રોજગારી મળશે પરંતુ સરદાર પટેલની પ્રતિમાના લોકાર્પણના બીજા જ દિવસે આજે કોન્ટ્રાક્ટરે 200 જેટલા આદિવાસી કામદારોને છુટ્ટા કરતા હોબાળો મચી ગયો હતો. જોકે પોલીસની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે કેવડિયા ખાતે ગઇકાલે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ કોન્ટ્રાક્ટરોએ આજે સ્થાનિક કામદોરને કામમાં આવવા માટે પ્રતિબંધ મુક્યો હતો. જેથી 200 જેટલા સ્થાનિક આદિવાસીઓને કામમાંથી છુટ્ટા કરીને બહારના લોકોની ભરતી કરી હતી. જેથી સ્થાનિક આદિવાસી કામદારો હોબાળો મચાવ્યો હતો. અને તમામ ભરતીમાં સ્થાનિકોને પહેલી પસંદગી મળે તેવી માંગ કરી હતી. એક સમયે પરિસ્થિતિ વણસતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો.

કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ સમયે ગઇકાલે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાને સંબોધતા કહ્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીને કારણે સ્થાનિક લોકોને રોજગારી મળશે પરંતુ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણના બીજા જ દિવસે કોન્ટ્રાક્ટરે 200 જેટલા આદિવાસી કામદારોને છુટ્ટા કરતા સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *