Statue of Unity damaged news: સરદાર પટેલની પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ વાયરલ તસવીરમાં જોઈ શકાય છે કે પ્રતિમાના પગ પર તિરાડ પડી ગઈ છે. હાલ આ ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. અને સાથે જ દાવો કરવામાં આવ્યો છે કે આ પ્રતિમા તૈયાર કરતી વખતે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ વાયરલ તસવીરની હકીકત હવે સામે આવી છે. આ સાથે જ વાયરલ કરનાર સામે FIR કરીને કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે.
ગઈકાલ મોડી રાત્રે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળે SoU સલામતી પોલીસ સ્ટેશનમાં ખોટી અફવા ફેલાવવા બદલ X એકાઉન્ટ ધારક સામે ફરિયાદ નોંધાવી છે. SoU ના નાયબ કલેકટર અભિષેક સિન્હા એ ખોટા સમાચાર ફેલાવી લોકોમાં ભય પેદા કરવો,સુલેહ શાંતિનો ભંગ કરવાનો પ્રયાસ,લોકોને ગેરમાર્ગે દોરાય તેવા ખોટા પ્રચાર કરવા બદલ ભારતીય ન્યાય સંહિતાની કલમ 353(1)(B)મુજબ ગુનો દાખલ કરાવ્યો છે.
આ તસવીરને X પ્લેટ ફોર્મ પણ ઘણા વેરિફાઈડ અને અનવેરિફાઈડ યુઝર્સ દ્વારા શેર કરવામાં આવી છે. ત્યારે જ એક સંજય યાદવ નામના યુઝર્સ લખ્યું છે કે આ મોદીજીનો અમૃતકાળ છે, જે કોઈ પણ સમયે પડી શકે છે. તિરાડ પડવાનું શરૂ થઈ ગયું છે. આ સાથે જ અન્ય એક યુઝર્સ પણ સોશિયલ મિડીયા પ્લેટફોર્મ X પર લખ્યું છે “કભી ભી ગીર શકતી હૈ, દરાર પડના શુરૂ હો ગઇ”.
मोदी जी का अमृतकाल है
कभी भी गिर सकती है।
दरार पड़ना शुरू हो गयी। pic.twitter.com/HYyVcnMSD7— SANJAY YADAV (@SanjayK95116749) September 8, 2024
ત્યારે આ મામલે વાયરલ તસવીરની હકીકત જાણવા અમે ગુગલ પર રિવર્સ સર્ચ કર્યું. સર્ચ કરતાની સાથે જ અમને આ તસ્વીર નિર્માણ વખતેની હોવાનું સામે આવ્યું છે.
ત્યારે જાણવા મળ્યું કે આ તસવીર 2018ની છે જયારે સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમાનું નિર્માણ કામ ચાલી રહ્યું હતું. આ સમયે જ 31 ઓક્ટોબર 2018 જન્મજયંતી નમિત્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો ફેક્ટ ચેકના X હેન્ડલ પર આને લાગતી એક પોસ્ટ પણ મળી છે. આ પોસ્ટમાં વાયરલ ફોટા સાથે કરવામાં આવેલા દાવાને સંપૂર્ણપણે નકલી જાહેર કરવામાં આવ્યો છે.
Statue of Unity damaged news
सोशल मीडिया पर एक फोटो शेयर कर यह दावा किया जा रहा है कि दुनिया की सबसे ऊंची प्रतिमा, स्टैच्यू ऑफ यूनिटी में दरारें आनी शुरू हो गई हैं और यह कभी भी गिर सकती है।#PIBFactCheck
❌ यह दावा #फर्जी है।
✅ यह फोटो वर्ष 2018 में स्टैच्यू ऑफ यूनिटी के निर्माण के दौरान की है pic.twitter.com/RHpYc2Aykj
— PIB Fact Check (@PIBFactCheck) September 9, 2024
પોસ્ટ વાયરલ કરી જાહેર જનતા તેમજ પ્રવાસીઓના મનમાં ભય પેદા કરવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે. આ અંગે લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ(L&T) ના નિષ્ણાંતોએ પોતાનો અહેવાલ અત્રે રજુ કરેલ હતો જેમાં સ્પષ્ટ જણાવેલ કે, જે તસ્વીર સોશિયલ મિડિયા પોસ્ટમાં પ્રસિધ્ધ કરાયેલ તે તસ્વીર જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બાંધકામ ચલુ હતુ ત્યારની હતી અને તેનો તાજેતરનું દ્રશ્ય હોવાનાઅ દાવા સાથે Raga For India નામના યુઝરે પ્રસિધ્ધ કરેલ. આ ઉપરાંત પોસ્ટમાં કરાયેલ દાવો કે, “કભી ભી ગીર શકતી હૈ, દરાર પડના શુરૂ હો ગઇ” જે સદંતર પ્રવાસીઓ અને ભારતની પ્રજાને ગેરમાર્ગે દોરનાર હતો. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સંપૂર્ણ સુરક્ષિત છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App