Statue Of Unity જોવા આવેલા CM સહીત મંત્રી ફસાયા લિફ્ટમાં, જાણો પછી શું થયુ…

ગઈ 31મી ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે, પરંતુ વિશ્વના આ સૌથી ઉંચા સ્ટેચ્યુને જોવા આવી રહેલા લોકોને…

ગઈ 31મી ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે, પરંતુ વિશ્વના આ સૌથી ઉંચા સ્ટેચ્યુને જોવા આવી રહેલા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ન્યૂઝ ચેનલ ટીવી 9ના અહેવાલ અનુસાર, આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવેલા બિહારના ડેપ્યુટી સીએમ પોતાના સ્ટાફ સાથે લિફ્ટમાં ફસાઈ ગયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઅર્સ ગેલેરી સુધી લઈ જતી લિફ્ટમાં બિહારના ડે. સીએમ સુશીલ મોદી અને તેમની સાથે ઊર્જા મંત્રી સૌરભ પટેલ પણ મોજુદ હતા. જોકે, ઓવરલોડ થઈ જવાના કારણે આ લિફ્ટ માત્ર પાંચ ફુટ ઉપર ચઢીને ફસાઈ ગઈ હતી. લિફ્ટ ફસાઈ જવાના કારણે પાંચ મિનિટ સુધી સુશીલ મોદી પોતાની પત્ની સાથે લિફ્ટમાં ફસાઈ રહ્યા હતા.

એક મિનીટ સુધી પાવર ડ્રોપ થતાં લિફ્ટ વચ્ચે જ રોકાઇ હતી. જેને કારણે તેઓ લિફ્ટમાં ફસાઇ ગયા હતા. સુશીલકુમાર મોદી અને સૌરભ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સહિતના લોકો લિફ્ટમાં ફસાઇ ગયા હતા.

ટીવી નાઈનના અહેવાલ અનુસાર, લિફ્ટમાં ફસાઈ જવાના કારણે સુશીલ મોદી પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. મહત્વનું છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વ્યુઅર્સ ગેલેરી બનાવવામાં આવી છે. જ્યાં સુધી જવા માટે બે લિફ્ટ છે. આ લિફ્ટમાં એક સાથે 15-20 લોકો સમાઈ શકે છે.

હાલ દિવાળીની રજાઓ હોવાના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે રોજના હજારો લોકો આવી રહ્યાં છે, જેના કારણે ઘણીવાર અફરાતફરીનો માહોલ સર્જાઈ રહ્યો છે. સોમવારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ હોવા છતાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા, પરંતુ ટિકિટ બારી બંધ હોવાથી તેમને પ્રવેશ નહોતો મળ્યો. બીજી તરફ, ઓનલાઈન ટિકિટ લઈ આવેલા લોકોને પ્રવેશ અપાતા પણ બબાલ થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *