હવે ન કોઈ ઈંજેક્શન કે ન કોઈ દવા, વડોદરાના આ ડોકટરે ડાયાબિટિઝનો કાયમી ઉપાય કાઢી બતાવ્યો

ડાયાબિટિઝના દર્દીઓ માટે એક સૌથી મોટી તકલીફ હોય તો દરરોજ લેવાના ઇન્સ્યુલીનના ઇન્જેક્શન, દરેક ડાયાબિટીસના દર્દીઓને આ દર્દ સહન કરવાની ટેવ પડી ગઈ છે. બધા…

ડાયાબિટિઝના દર્દીઓ માટે એક સૌથી મોટી તકલીફ હોય તો દરરોજ લેવાના ઇન્સ્યુલીનના ઇન્જેક્શન, દરેક ડાયાબિટીસના દર્દીઓને આ દર્દ સહન કરવાની ટેવ પડી ગઈ છે. બધા દર્દીઓની જેમ ઇંગ્લેન્ડમાં રહેતા અને મૂળ ભૂજના રહેવાસી સુરેશ વખારીયા પણ છેલ્લા 20 વર્ષથી પોતાના ટાઈપ-2 ડાયાબિટિઝ અને બ્લડ સુગરને કંટ્રોલમાં રાખવા ઇન્સ્યુલીનના ઇન્જેક્શન લેતા હતા. તેમ છતા તેમનું ડાયાબિટિઝ હવે ધીર ધીરે તેમની કીડની અને હૃદયને નબળું પાડી રહ્યું હતું. પરંતુ 62 વર્ષના આ NRIએ છેલ્લા 7 મહિનાથી ડાયાબિટિઝની કોઈ દવા લીધી નથી અને કદાચ હવે તેમને આ દવા લેવાની પણ ક્યારેય જરુર નહીં પડે.

આ ચમત્કાર થયો છે તેનું કારણ છે કે જ્યારથી તેમણે વડોદરામાં ડાયાબિટિઝના ઈલાજ માટે સ્ટેમ સેલ થેરાપી લીધી છે. વેખારીયાની જેમ બીજા 7 ડાયાબિટિક લોકો પણ વડોદરમાં થઈ રહેલા સ્ટેમ સેલ્સ પરના સંશોધનમાં ભાગ લીધો હતો. જેમાંથી કેટલાકને ટાઈપ-1 તો કેટલાકને ટાઇપ-2 ડાયાબિટિઝ હતું પરંતુ હવે કોઈને ડાયાબિટિઝ મૂળમાંથી જ મટી ગયું છે જ્યારે કેટલાકમાં તે ખૂબ જ નીચેના સ્તરે જતું રહ્યું છે. આ તમામ લોકો કેન્દ્ર સરકારના બાયોટેક્નોલોજી વિભાગ દ્વારા આવેલ ફંડથી ચાલતા એક પ્રયોગમાં સામેલ થયા હતા. જેના પોઝિટિવ રિઝલ્ટ જોવા મળ્યા છે.

કેન્દ્ર સરકારના ફંડ દ્વારા સ્ટેમ સેલ થેરાપી પર રિસર્ચ કરી રહેલા ડો. ભાસ્કર વ્યાસ અને તેમના પત્ની ડો. રજની વ્યાસે કહ્યું કે, ‘અમે દેશમાં સૌથી પહેલા હતા જેમણે સ્ટેમ સેલ્સ થેરાપી પર રિસર્ચ કરવાનું શરું કર્યું હતું. વર્ષ 2007માં અમે આ રિસર્ચ શરું કર્યું અને વર્ષ 2012થી જ અમે ડાયાબિટિઝના પેશન્ટને આ થેરાપી દ્વારા ક્યોર કરવાનું શરું કરી દીધું છે. ગુજરાતમાં ડાયાબિટિઝના દર્દીઓ પર કરવામાં આવેલ અમારી સારવારમાં અમને એકધારું સફળ રીઝલ્ટ મળ્યું છે.’

આ પ્રોજેક્ટ અંતર્ગત 2 સગીર અને 5 વયસ્ક ડાયાબિટિઝના દર્દીઓને કાયમી ધોરણે ક્યોર કરવામાં આવ્યા છે જેમની ડાયાબિટિઝની હિસ્ટ્રી ખાસ્સી લાંબી હતી. વ્યાસે આ થેરાપી વિશે વાત કરતા કહ્યું કે બોન મેરોમાં મળી આવતા mesenchymal સ્ટેમ સેલ્સમાં એ ક્ષમતા હોય છે કે તે ઇન્સ્યુલીનનો સ્ત્રાવ કુદરતી રીતે જ કરી શકે છે.

ડોક્ટર વ્યાસના દર્દીઓ પૈકી બે સગીર વયના બાળકો પણ હતા. જે પૈકી 15 વર્ષનો જુગૈન પટેલને તે 10 વર્ષનો હતો ત્યારથી જ ડાયાબિટિઝ હોવાનું નિદાન થયું હતું. તેણે કહ્યું કે, ‘સ્ટેમ સેલ થેરાપી લેતા પહેલા મારું સુગર લેવલ ખૂબ જ ચઢાવ-ઉતારવાળું રહેતું હતું જેના કારણે હું ઘણીવાર મૂડ સ્વિંગ અને થાક અનુભવતો હતો. હવે ઇન્સ્યુલીનના ઈન્જેક્શન ઉપર મારો આધાર ખૂબ જ ઓછો થઈ ગયો છે અને હવે હું ખૂબ જ સ્વસ્થ અનુભવું છું.’

આ પ્રયોગ માટે પેટન્ટ ડો. નિરુપા વ્યાસ દ્વારા દાખલ કરવામાં આવી છે. જ્યારે આ પ્રયોગ તેમના અને શહેરના અન્ય એક આન્ત્રપ્રેન્યોર સંદીપ ડેવિડ દ્વારા દેશમાં ડાયાબિટિઝના સૌથી વધુ દર્દી ધરાવતા ગુજરાત તેમજ કેરળના દર્દીઓને ડાયાબિટિઝ મુક્ત બનાવવાના ધ્યેયથી શરું કરવામાં આવ્યો હતો.

-પ્રશાંત રુપેરા, વડોદરા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *