સાવકી માતાએ ગુસ્સામાં આવીને પોતાના જ 10 વર્ષના પુત્રના પ્રાઈવેટ ભાગમાં કર્યું એવુ કે…

Published on: 6:47 pm, Thu, 10 June 21

માતાના પ્રેમ પર સવાલ ઉઠે એવી ચોંકાવનારી ઘટના મહારાષ્ટ્રથી સામે આવી છે. નાસિકમાં એક સાવકી માતાએ તેના દસ વર્ષના પુત્રના ખાનગી ભાગને બાળી નાખ્યો હતો.અમે તમને જણાવી દઈએ કે આ બાળકનો ફક્ત એટલો જ વાંક હતો કે, આ બાળક વિકલાંગ છે અને બાળકનો વાંક એટલો જ હતો કે તેમણે પોતાના ભાઈને પલંગ પરથી નીચે પાડી દીધો હતો.

આ સમગ્ર ઘટના નાસિકના ડિંડોરી તાલુકાના એક ગામની છે. જો કે, આરોપી મહિલાની પતિની ફરિયાદના આધારે પોલીસે દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે. ખરેખર મહિલાનો દસ વર્ષનો પુત્ર અને તેનો દોઢ વર્ષનો ભાઈ રમી રહ્યા હતા. રમતમાંને રમતમાં સાવકા ભાઈએ નાના ભાઈને પલંગ પરથી નીચે પાડી દીધો.

આ ઘટના બાદ માતા દસ વર્ષના બાળકથી ખૂબ ગુસ્સે થઈ ગઈ અને તેણે બાળકને ખુબ માર માર્યો, તેના પ્રાઈવેટ ભાગને બાળી નાખ્યો હતો. જ્યારે મહિલાનો પતિ ઘરે આવ્યો ત્યારે તેને આ સમગ્ર ઘટના અંગેની જાણ થઈ હતી. જાણ થતાની સાથે જ પતિએ પુત્રને હોસ્પિટલમાં દાખલ કર્યો, જ્યાં તેની સારવાર હજુ ચાલુ છે.

એડિશનલ સિવિલ સર્જન કિશોરે જણાવ્યું હતું કે બાળકનો ખાનગી ભાગનો 20 ટકા ભાગ બળી ગયો છે. પરંતુ હવે બાળકની હાલત સ્થિર છે. અમે તમને જણાવી દઈએ કે આરોપી મહિલા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 326 અને 324 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મહિલા વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.