જાહેરમાં નીકળવાનું બંધ કરી દેજે, તારી સોપારી મળી છે- આમ આદમી પાર્ટીના પ્રવક્તાને મળી ધમકી

હાલમાં જ મળતા સમાચાર અનુસાર સુરતમાં આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીને અજાણ્યા શખ્સ દ્વારા ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.…

હાલમાં જ મળતા સમાચાર અનુસાર સુરતમાં આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીને અજાણ્યા શખ્સ દ્વારા ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. શું ધમકી આપવામાં આવી છે જાણીએ સમગ્ર માહિતી વિસ્તૃતમાં…

આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીના કહ્યા અનુસાર તેમને ગઈ કાલે એક અજાણ્યા શખ્સે અજાણ્યા નંબર પરથી ફોન કર્યો હતો. જયારે યોગેશ જાદવાણીએ ફોન ઉપાડતા સામે વાળા વ્યક્તિએ તેમને ધમકી આપતા કહ્યું હતું કે રાજકારણમાંથી નીકળી જ નહિ તો  હું તને નહિ રહેવા દવ, તને બધી જ જગ્યા પર બદનામ કરિશ અને તને બદનામ કરવાના  તમામ ફોટો અને વિડીઓ મારી પાસે છે. ત્યારે યોગેશ જાદવાણી દ્વારા સામેની વ્યક્તિને પૂછવામાં આવ્યું કે આપ કોણ બોલો છો ત્યારે સામે વળી વ્યક્તિએ ફોન કાપી નાખ્યો.

ત્યાર બાદ અજાણ્યા શખ્સ દ્વારા વારંવાર ફોન કરવામાં આવતા હતા. જયારે હું ફોન ઉપાડું ત્યારે સામેથી કોઈ પણ પ્રકારનો જવાબ મળતો ન હતો અને જો યોગેશ જાદવાણી ફોન કરે તો સામે વળી વ્યક્તિ ફોન ઉપાડીને કઈ બોલતો નહોતો. ત્યારે યોગેશ જાદવાણીએ વારંવાર કરવામાં આ કોલને કારણે કંટાળીને તે નંબરને બ્લોક લીસ્ટમાં ધકેલી દીધો હતો.

આમ કરવા છતાં પણ વારવાર તેમની નોટીફીકેશન આવતી હોવાથી યોગેશ જાદવાણીએ સામેથી ફોન કર્યો અને પૂછ્યું કે તમે કોણ બોલો છો ? કોનુ કામ છે ? શું કામ મને વારંવારં ફોન કરી રહ્યા છો ? ત્યારે સામે વાળી વ્યક્તિએ જવાબ આપતા કહ્યું કે હું તારી બરબાદી બોલુ છુ, તુ જાહેરમાં નિકળવાનુ બંધ કરી દે નહિ તો હવે તને પતાવી દેવાનો છે. અમે લોકો ૫ જણા ની ટુકડી છીએ સતત તારુ મોનીટરીગં કરી રહ્યા છીએ. હું સુરતના ઉધના માં જ રહું છું, તુ રાજકારણ માંથી નિકળી જા નહિ તો તારુ ખુન કરવાની અમો ને સોપારી મળી છે આટલું કહ્યા બાદ અજાણ્યા શખ્સે ફોન  નાખ્યો. જેના આજરોજ સીંગણપોર પોલીસ સ્ટેશનમાં યોગ્ય કાર્યવાહી કરવા યોગેશ જાદવાણી દ્વારા અરજી તેમજ યોગ્ય પુરાવા રજુ કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *