હવામાન શાસ્ત્રી આંબાલાલની સૌથી મોટી આગાહી: ગુજરાતના આ વિસ્તારોમાં આવશે ભારે આંધી-તોફાન. જાણો વિગતે

હાલ કોરોનાના કહેર વચ્ચે અંબાલાલે મોટી આગાહી કરી છે. ચોમાસાની ગતિવિધિ મામલે જોતા પ્રિ-મોન્સૂન ગતિવિધિઓ થવામાં છે. બંગાળના ઉપસાગરમાં આ વખતે ચક્રવાતો પણ સર્જાતા હોય…

હાલ કોરોનાના કહેર વચ્ચે અંબાલાલે મોટી આગાહી કરી છે. ચોમાસાની ગતિવિધિ મામલે જોતા પ્રિ-મોન્સૂન ગતિવિધિઓ થવામાં છે. બંગાળના ઉપસાગરમાં આ વખતે ચક્રવાતો પણ સર્જાતા હોય છે. આંદામાન સાગર ઉપર ચોમાસું પહોંચી અને ત્યારપછી કેરળ કાંઠે જૂન મહિનામાં પહોંચતું હોય છે. આંદામાન-નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ જોતા તારીખ 20 મે સુધીમાં ભારે વાવાઝોડું ફૂંકાવાની પુરેપુરી શક્યતાઓ છે.(DEMO PIC)

તારીખ 16 મે ના રોજ આંદામાન-નિકોબાર ટાપુના ઘણા ભાગો, ઓરિસ્સા, કેરળ તેમજ લક્ષદીપના કેટલાક સ્થળોએ ઝાપટા, હિમાલિયન રિજીયન, પશ્ચિમ બંગાળ, સિક્કીમ, હિમાચલપ્રદેશ, જમ્મુ-કશ્મીરના કેટલાક ભાગો, આસામ, મેઘાલય, પૂર્વીય ઉત્તર પ્રદેશ, તમિલનાડુના દૂરના પ્રદેશમાં વરસાદી ઝાપટા પડવાની શકયતા છે.(DEMO PIC)

તારીખ 17 મે ના રોજ દક્ષિણ પૂર્વ ઉપસાગરમાં ભારે વરસાદની શક્યતા છે. આગામી દિવસોમાં સખ્ત ગરમી પડતા આ ભાગો પણ તપી ઉઠે અને ચોમાસાની ગતિવિધિ પોષક બને. હાલમાં તારીખ 20 મે સુધીમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના ભાગોમાં આંધી, વંટોળનું પ્રમાણ વધે, ધૂળભરી આંધી સાથે કેટલાક ભાગોમાં વરસાદ થવાની પણ શક્યતા રહે છે. સૌરાષ્ટ્રના દરિયાકિનારે અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની શકયતા રહે, તેમ અંબાલાલ પટેલે જણાવતા કહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *