એવા પોલીસ કર્મીઓ, જે સુખ દુખ જોયા વગર કરી રહ્યા છે ગુજરાતીઓની સેવા અને સુરક્ષા

હાલમાં કોરોના વોરીયર્સ બનીને ડોક્ટર્સ અને પોલીસ કર્મીઓ ૨૪ કલાક ગુજરાત અને દેશની જનતા માટે જ્જુમી રહ્યા છે. પોતાના પરિવાર ની ખુશી કે દુખ માં…

હાલમાં કોરોના વોરીયર્સ બનીને ડોક્ટર્સ અને પોલીસ કર્મીઓ ૨૪ કલાક ગુજરાત અને દેશની જનતા માટે જ્જુમી રહ્યા છે. પોતાના પરિવાર ની ખુશી કે દુખ માં શામેલ થવાને બદલે ગુજરાત પર આવેલા સંકટને દુર કરવાનું વિચાર અને ફરજ સમજીને દીચ્ચ્સ રાત ખડેપગે ફરજ પર હાજર રહે છે. આવો આજે એવા જ કેટલાક કર્મનિષ્ઠ પોલીસ કર્મીઓનો પરિચય અને તેમણે કરેલા બલીદાનની વાતો જાણીએ. આ વાત દરેક ગુજરાતીઓ સુધી પહોચાડ્જો. જેથી તમામ લોકો આવા કર્મનિષ્ઠ પોલીસ કર્મીઓને માન સન્માન આપે. તમારી આસપાસ પણ જો એવા દ્રશ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં અપલોડ કરો. અને ગુજરાત પોલીસને સલામ કરો.

(પોલીસ સબ ઇન્સ્પેક્ટર) ચાર્મીબેન પરસાણીયા જેમના ઘરે છ માસ અગાઉ જ ફુલ જેવી કોમળ દીકરીને જન્મ આપ્યો એને હજી છ(6) મહીના પૂરા થયા છે. વિશ્વ મા ચાલી રહેલ ભયાનક કોરોના વાયરસ ની મહામારી મા જ્યારે ભારત સંપૂર્ણ પણે લોક ડાઉન છે ત્યારે દીકરીને સાથે રાખીને બજાવી રહ્યા છે ફરજ.

સુરત સિટી પોલીસમાં ફરજ બજાવી રહેલા સિનિયર પોલીસ કોન્સ્ટેબલ એવા શ્રી કમલેશભાઈ લાઠીયાના ઘરે પુત્રીનો જન્મ થયો છે, તેમ છતાં એક પણ રજા મુક્યા વગર પત્ની અને પુત્રીને હોસ્પિટલમાં દાખલ કરાવી ફરજ પર હાજર છે.

રાજકોટના પડધરી પોલીસ સ્ટેશનમાં ફરજ દરમ્યાન વિમલભાઈ વેકરિયા તથા અન્ય પોલીસ કર્મચારીશ્રી પર સ્થાનિક લોકો દ્વારા હુમલો જેમાં વિમલભાઈને વધારે લાગતા હાલ રાજકોટ સિવીલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

સુરતમાં પોલીસ ઇન્સપેક્ટરએ જરૂરીયાતમંદ લોકોને રાહતકીટ આપીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો

અમદાવાદ શહેર દાણીલીમડા પોલીસ સ્ટેશનના PSI M.J Kureshi અને જાકીરભાઈ મેમણ દ્વારા રોજ 800 થી 900 માણસો નું જમવાનું બનાવડાવી વિસ્તાર માં ગરીબ માણસોને મળી રહે તેની વ્યવસ્થા કરેલ અને લોક ડાઉન સુધી ગરીબ લોકો માટે આ કાર્ય ચાલુ રેહશે.

લોકડાઉન વચ્ચે સુરતના આ PI એ રસ્તા પર જઈ રહેલી ગર્ભવતી મહિલા માટે જે કાર્ય કર્યું તે જોઇને કહેશો ધન્ય છે… વાંચો વધુ

અંક્લેશ્વર GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઇ રાહદારીનું રસ્તામાં પડેલ બેગ બિનવારસી હાલતમાં મળતા તેને પોતાના મુળ માલીકને પરત સોંપીને PSI એન. જી. પાંચાણીએ પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Lockdown દરમિયાન ખેડા ટાઉન પોલીસ મથકના પીએસઆઇ એસ.એમ પટેલના પિતા ને હાર્ટ એટેક આવતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. પોતાના પિતા હોસ્પિટલમાં જીવન-મૃત્યુ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા હોવા છતાં, પીએસઆઇ પટેલે પિતાની ચિંતા તો કરી, સાથે સાથે ખેડા ચોકડીએ અટવાયેલા અનેક શ્રમજીવીઓ ની ચિંતા કરી. આ તમામ શ્રમજીવીઓ માટે ભોજનની વ્યવસ્થા કરી હતી.

રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા નો આજે જન્મદિન હોવા છતાં તેઓ પરિવારને બદલે ગુજરાતની સેવામાં કાર્યરત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *