ભૂકંપને કારણે ધણધણી ઉઠી ધરા! સેંકડો મકાનો થયા ધરાશયી- 44 લોકોના મોત, 300થી વધુ ઘાયલ

ઈન્ડોનેશિયા (Indonesia)માં આજે એટલે કે સોમવારે ભૂકંપ (Earthquake)ના આંચકા અનુભવાયા હતા. ઈન્ડોનેશિયામાં આવેલા ભૂકંપના કારણે જાનમાલના નુકશાનના અહેવાલો છે. કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર…

ઈન્ડોનેશિયા (Indonesia)માં આજે એટલે કે સોમવારે ભૂકંપ (Earthquake)ના આંચકા અનુભવાયા હતા. ઈન્ડોનેશિયામાં આવેલા ભૂકંપના કારણે જાનમાલના નુકશાનના અહેવાલો છે. કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધીમાં 44 લોકોના મોત થયા છે. જ્યારે 300 થી વધુ ઘાયલ થયા છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ ભૂકંપ ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.5 માપવામાં આવી છે.

ભૂકંપના કારણે હોસ્પિટલ અને યુનિવર્સિટી સહિત અનેક ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે. જેના કારણે શહેરની ઈમારતો ધ્રૂજી ઉઠી હતી. ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયા છે. 300 થી વધુ લોકો ઘાયલ થયા છે.

આ પહેલા પણ શુક્રવારે ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જે બાદ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.6 હતી. મળતી માહિતી મુજબ, ભૂકંપ ભારતીય સમય અનુસાર સાંજે 7.07 કલાકે આવ્યો હતો. તેની ઊંડાઈ ભૂગર્ભમાં 20 કિમી હતી.

હોસ્પિટલમાં દાખલ દર્દીઓને બહાર મેદાનમાં ટેન્ટમાં રાખવામાં આવી રહ્યા છે. ભૂકંપ બાદ અનેક વધુ આંચકા પણ અનુભવાયા છે. ઈન્ડોનેશિયામાં ઘણી વખત કુદરતી આફતો આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *