એક સમયે ફક્ત 200 રૂપિયા માટે રમી રહેલ ક્રિક્રેટરનું સપનું થયું સાકાર, ભારત માટે ઉતર્યો મેદાનમાં -નામ જાણીને…

Published on: 10:23 am, Fri, 8 January 21

સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલીક પ્રેરણાદાયી જાણકારી સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક જાણકારી ક્રિકેટ જગતમાંથી સામે આવી રહી છે. ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ સિડનીમાં રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટ મૅચમાં ઇજાગ્રસ્ત હોવાને કારણે ઉમેશ યાદવ ટીમની બહાર છે.

જ્યારે તેમની જગ્યા નવદીપ સૈનીએ લીધી છે તથા ભારત માટે ટેસ્ટમાં ડેબ્યુ કરશે. નવદીપ સૈની ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કરનાર 299મા ખેલાડી બન્યા હતાં. નવદીપને ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહ દ્વારા ટેસ્ટ કેપ સોંપવામાં આવી હતી. હાલમાં આને લઈ એક જાણકારી સામે આવી રહી છે.

299મો ખેલાડી : 
28 વર્ષીય આ બૉલર સતત 140 કિમી પ્રતિ કલાકની રફ્તારથી બૉલ ફેંકવાની ક્ષમતા ધરાવી રહ્યો છે. નવદીપ ભારત માટે T-20 તેમજ વન ડે ઇન્ટરનેશનલમાં પહેલા જ ડેબ્યુ કરી ચૂક્યો છે, નવદીપ સૈનીએ ભારત માટે 9 T-20 ઇન્ટરનેશનલ મૅચમાં કુલ 13 જ્યારે 7 વન ડે ઇન્ટરનેશનલમાં કુલ 6 વિકેટ પોતાના નામે કરી લીધી છે.

મૅચ રમવાના માત્ર 200 રૂપિયા મળતા હતા :
રણજી ટ્રોફીમાં નવદીપ સૈની દિલ્હી માટે રમી રહ્યા છે. જો કે, તે હરિયાણાના કરનાલનાં રહેવાસી છે. ખૂબ ઓછા લોકો જાણે છે કે, નવદીપને કરનાલમાં લોકલ ટુર્નામેન્ટ રમવા માટે કુલ 200 રૂપિયા પર મૅચ આપવામાં આવતા હતા. અતિ મહત્વની વાત છે કે, વર્ષ 2013 સુધી સૈની લેધર નહી પણ ટેનિસ બૉલથી ક્રિકેટ રમી રહ્યાં હતા.

કરનાલ પ્રિમીયર લીગમાં દિલ્હીના પૂર્વ બૉલર સુમિત નરવાલે નવદીપની બૉલિંગ જોઇને અનેક લોકો પ્રભાવિત થઈ ગયા હતા. ત્યારબાદ સૈનીને દિલ્હી બોલાવવામાં આવ્યો હતો. દિલ્હીમાં તેણે ગૌતમ ગંભીરને નેટ પ્રેક્ટિસ કરાવી હતી.

ગૌતમ થયો ખુશ :
ગૌતમ તેની બૉલિંગ જોઇને દંગ રહી ગયો હતો તેમજ તેને દરરોજ આવવા માટે જણાવ્યું હતું. નવદીપ માટે આ ખૂબ મોટી સફળતા હતી. ગૌતમે તેને સપોર્ટ કરીને દિલ્હી રણજી ટીમમાં તેને પસંદ કરવામાં આવ્યો હતો. વર્ષ 2013-’14ની ટીમમાં તેમનું દિલ્હી ટીમમાં સિલેક્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેણે પાછળ વળીને ક્યારેય જોયુ નથી.

સૈનીનો રેકોર્ડ :
સૈનીએ માત્ર 46 ફર્સ્ટ ક્લાસ મૅચમાં કુલ 128 વિકેટ ઝડપી લીધી હતી. આ દરમિયાન બેસ્ટ બૉલિંગ પ્રદર્શન કુલ 32 રન આપીને 6 વિકેટનું રહ્યું હતું. વર્ષ 2018માં અફગાનિસ્તાનની વિરુદ્ધ એક માત્ર ટેસ્ટ માટે સૌપ્રથમ વખત ટીમના ટેસ્ટ સ્ક્વોડમાં લેવામાં આવ્યો ત્યારે ગંભીરને પોતાનો મેન્ટર જણાવીને તેની પ્રશંસા કરી હતી.

ગંભીર વિશે વાત કરતા થયો ભાવૂક :
સૈનીએ જણાવ્યું હતું કે, હું જ્યારે પણ ગંભીર વિશે વાત કરુ તો ખુબ જ ભાવુક થઇ જાઉ છું, જ્યારે દિલ્હીમાં હતો ત્યારે જણાવ્યું હતું કે, તું આવી જ પ્રેક્ટિસ કર તો ખુબ ઝડપથી ભારત માટે રમીશ. IPLમાં નવદીપ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ માટે રમે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle