મોટા સમાચાર: જેલમાંથી બહાર પગ મુકતા જ યુવરાજસિંહે કરી દીધી મોટી જાહેરાત- જાણો શું કહ્યું?

ગુજરાત(Gujarat): યુવા નેતા યુવરાજસિંહ જાડેજા(Yuvraj Singh Jadeja) જેલમાંથી છુટ્યા પછી પણ યુવાનોના હક માટે લડાઇ લડવાનું ચાલુ રાખશે. યુવરાજસિંહ જાડેજા દ્વારા એક નવા સંગઠનની જાહેરાત…

ગુજરાત(Gujarat): યુવા નેતા યુવરાજસિંહ જાડેજા(Yuvraj Singh Jadeja) જેલમાંથી છુટ્યા પછી પણ યુવાનોના હક માટે લડાઇ લડવાનું ચાલુ રાખશે. યુવરાજસિંહ જાડેજા દ્વારા એક નવા સંગઠનની જાહેરાત કરવામાં આવી છે. યુવરાજસિંહ દ્વારા ‘યુવા નવનિર્માણ સેના’ નામના સંગઠનની જાહેરાત કરવામાં આવી છે. વધુમાં તેમણે દાવો કરતા કહ્યું છે કે, આ બિન રાજકીય સંગઠન રહેશે.

આ પરથી કહી શકાય કે, યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ આમ આદમી પાર્ટી છોડે તો નવાઈ નહી. યુવરાજસિંહે સૂચક નિવેદન આપતા કહ્યું છે કે, યુવાનોની લડાઇમાં રાજકારણ ના હોવું જોઈએ. લોકોના અને યુવાનોના પ્રશ્નોની યોગ્ય સ્તરે રજૂઆત થવી જરૂરી છે. જોકે વધુમાં તમને એમ પણ કહ્યું હતું  કે, પાર્ટી છોડવાનો કોઈ પ્રશ્ન નથી. યુવાનોના હિત માટે હું લડ્યો છું અને મારી જે ભૂમિકા છે તે સૌ જાણે છે. મને યુવા નેતા તરીકે જ દર્શાવવામાં આવ્યો છે.

યુવરાજસિંહ જાડેજાએ વધુમાં કહ્યું કે, તમામ સમાજો મારી સાથે ઉભા રહ્યા છે અને મારા માટે અવાજ ઉઠાવ્યો છે. મેં યુવાનોના અધિકાર માટે અવાજ ઉઠાવ્યો છે અને આગળ પણ ઉઠાવતો રહીશ. યુવા નવ નિર્માણ સેના યુવાનો અને વિદ્યાર્થીઓની વેદના અને પ્રશ્નો ઉઠાવતું રહેશે. આ સંગઠનના માધ્યમથી બિન રાજકીય રીતે અવાજ ઉઠાવવામાં આવશે. સરકાર અને સત્તાને સામે રાખવામાં આવશે.

આવેદન અને નિવેદન, વિરોધ પ્રદર્શન અને ઉગ્ર આંદોલન માધ્યમથી અલગ-અલગ રીતે અવાજ ઉઠાવવામાં આવશે. યુવા નવ નિર્માણ સેનામાં કોઈ રાજકારણ રહેશે નહી. શિક્ષિત કે બિન શિક્ષિત તમામના પ્રશ્નોના ઉકેલ લાવવામાં આવશે. તમામ લોકોની અને યુવાનોની વેદનાને વાચા આપવામાં આવશે. યુવાનોના ભવિષ્ય સાથે થઇ રહેલા ચેડાંને અમે ઉજાગર કરીશું.

કોઈને મારવાનો ઇરાદો ન હતો: યુવરાજસિંહ જાડેજા
પોલીસ પર હુમલા અંગે યુવરાજસિંહ જાડેજાએ જણાવતા કહ્યું છે કે, હાલ અમે બહાર આવીને સમગ્ર ઘટનાક્રમ જોયો છે, અમારો કોઈને મારવાનો ઇરાદો ન હતો અને અમે ન્યાયિક પ્રક્રિયાથી તમામ જવાબ આપીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *