ગુજરાતના વિદ્યાર્થીઓએ એવી અનોખી બસ બનાવી કે, વગર પેટ્રોલ-ડીઝલે એક કલાકમાં કાપશે 50 કિમીનું અંતર

પેટ્રોલ-ડીઝલ અને વીજળી બચાવવા માટે દુનિયાભરમાં અવનવા પ્રયોગો થઈ રહ્યા છે. સૌર ઉર્જા (Solar energy) માંથી વીજળી બનાવવા અને તેમાંથી ચાલતી વસ્તુઓ બનાવવા પર ઘણો…

પેટ્રોલ-ડીઝલ અને વીજળી બચાવવા માટે દુનિયાભરમાં અવનવા પ્રયોગો થઈ રહ્યા છે. સૌર ઉર્જા (Solar energy) માંથી વીજળી બનાવવા અને તેમાંથી ચાલતી વસ્તુઓ બનાવવા પર ઘણો ભાર છે. સૌર ઊર્જાના ઉત્પાદન અને સંરક્ષણની શોધ આખી દુનિયામાં વર્ષોથી ચાલી રહી છે. આવી સ્થિતિમાં રાજકોટ (Rajkot) ના વિધાર્થીઓએ પેટ્રોલ વગર ચાલતી બસ બનાવી હતી.

આ વિધાર્થીઓનું કહેવું હતું કે આ બસ પેટ્રોલ વગર ચાલે છે અને પ્રદુષણ પણ ઓછું કરે છે, આટલું જ નહિ પરંતુ વિધાર્થીઓએ બનાવેલી બસ સૌરઉર્જાની મદદથી ચાલતી હતી. બસ બનાવતા ખર્ચો લગભગ બે લાખ રૂપિયા જેવો થયો હતો.

વિધાર્થીઓનું કહેવું છે કે આ બસ પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે અને તેમાં સાત લોકો એકસાથે સવારી કરી શકે છે. આ બસમાં આવેલી બેટરીને સોલરથી ચાર્જ કરવામાં આવતી હોવાથી પૈસાની પણ ઘણી બચત થાય છે. તેથી દરેક વ્યક્તિ માટે આ બસ ખુબ જ ઉપયોગી છે.

બસની બેટરી એકવાર ચાર્જ કર્યા પછી આ બસ લગભગ 40-50 કિલોમીટર ચાલે છે. અને લાંબી મુસાફરી કરવા માટે પણ આ બસ ઉપયોગી છે જો બસને થોડી-થોડી વારે ઉભી રાખીને સૌરઉર્જાની મદદથી બસને ચાર્જ કરવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *