સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ટેબ્લેટ મુદ્દે વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ- જુઓ પોલીસ-વિદ્યાર્થી વચ્ચે હાથાપાઈનો વિડીઓ

Published on: 3:39 pm, Thu, 17 June 21

નમો ટેબ્લેટ યોજના અંતર્ગત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પાસેથી 1 હજાર રૂપિયા ઉઘરાવ્યા હોવા છતાં પણ બે વર્ષ સુધી નમો ટેબ્લેટ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા ન હતા. જેને આમ આદમી પાર્ટીની પાંખ એટલે કે છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ખાતે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

વિધાર્થીઓએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ખાતે વિવિધ બેનરો અને સુત્રોચાર સાથે વિરોધ નોધાવ્યો હતો. ત્યારે વિરોધ કરવા આવેલા વિધાર્થીઓના વિરોધને લઈને ટોળાને વિખેરવા માટે પોલીસ દ્વારા હળવો બળ પ્રયોગ પણ કરવામાં આવ્યા હતો.અગાઉ 16 માર્ચના રોજ વિધાર્થીઓએ ટેબ્લેટ મુદ્દે વિરોધ નોંધાવ્યો છે. ત્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીએ લેખિતમાં વિદ્યાર્થીઓને બાહેંધરી આપી હતી કે, બાકી રહેલા તમામ વિધાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

પરંતુ યુનિવર્સીટીના કહ્યું અનુસાર પણ હજુ સુધી કોઈ ઉકેલ ન આવતા આજે ફરી એક વખત કુલપતિને રજૂઆત કરી હતી. ત્યારે યુનિવર્સીટી એ કહ્યું હતું કે રાજ્ય કક્ષાએ આ પ્રશ્નની રજૂઆત કરવામાં આવશે અને તમામ વિધાર્થીઓને ટેબ્લેટ મળે તે માટે રણનીતિ ઘડવામાં આવશે. જયારે હવે વિધાર્થીઓ પણ આ વાયદાને ગણકારી રહ્યા નથી.

છાત્ર યુવા સંઘર્ષ સમિતિના પ્રમુખ દર્શિત કોરાટ અને મહામંત્રી વિવેક પટોલિયાએ જણાવતા કહ્યું હતું કે, 2017 થી રાજ્ય સરકાર દ્વારા નામો ટેબ્લેટ યોજનાને અમલમાં મુકવામાં આવી છે. બે વર્ષ અગાઉ જ યુનિવર્સીટી દ્વારા વિધાર્થીઓ પાસેથી 1 હજાર રૂપિયા વિધાર્થીઓ પાસેથી લઇ લીધા હતા. આ નમો ટેબ્લેટ યોજના હેઠળ આશરે દોઢ કરોડ રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા. પરંતુ રૂપિયા ઉઘરાવ્યાના 2 વર્ષ પૂર્ણ થવા છતાં પણ હજુ સુધી વિધાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવ્યા નથી. ત્યારે યુનિવર્સીટીની સીન્ડીકેટ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે, વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવવામાં આવેલા પૈસા પરત આપવામાં આવશે. પરંતુ અમારી માંગ એવી છે કે, પહેલા રૂપિયા ઉઘરાવી લીધા હતા. જયારે બીજી બાજુ જો ફી મોદી ભરવામાં આવે તો પેનલ્ટી વસુલવામાં આવે છે. તો હજુ સુધી વિધાર્થીઓના નામો ટેબ્લેટના પૈસા લઈને બેઠા છે તો આ પૈસાનું વ્યાજ કોણ આપશે? આ એક મોટો પ્રશ્ન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.