જાણો કોણે કરી મુખ્યમંત્રી અમૃતમ યોજના અને આયુષ્યમાન ભારતના કાર્ડથી કોરોનાની મફત સારવાર કરવાની રજૂઆત

હાલમાં સમગ્ર દેશ સહિત આપણે સૌ કોરોના વાયરસ સામે લડી રહ્યા છીએ ત્યારે સરકારી હોસ્પિટલમા બેડ ખાલી ના હોવા ના કારણે મોટા પ્રમાણ હીરાઉધોગ ના…

હાલમાં સમગ્ર દેશ સહિત આપણે સૌ કોરોના વાયરસ સામે લડી રહ્યા છીએ ત્યારે સરકારી હોસ્પિટલમા બેડ ખાલી ના હોવા ના કારણે મોટા પ્રમાણ હીરાઉધોગ ના રત્નકલાકારો સહિત ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. હીરાઉધોગ મા કામ કરતા રત્નકલાકારો મોટા પ્રમાણ મા પ્રાઇવેટ હોસ્પિટલમા કોરોના વાયરસની સારવાર લઈ રહ્યા છે પરંતુ તે સારવાર ખૂબ મોંઘી છે

આજે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા મુખ્યમંત્રીશ્રી, આરોગ્યમંત્રીશ્રી અને રાજયપાલશ્રી ને સુરત જિલ્લા કલેકટરશ્રી મારફતે આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે કે, ભારત સરકાર ની આયુષ્યમાન ભારત યોજના અને ગુજરાત સરકાર ની અમૃતમ યોજના મા કોરોના વાયરસ નામ ના રોગ નો સમાવેશ કરવા મા આવે એવી માંગણી કરવામાં આવી છે.

જો ઉપરોક્ત યોજના હેઠળ કોરોના વાયરસ નો સમાવેશ કરવા મા આવે તો પ્રાઈવેટ હોસ્પિટલમા રત્નકલાકારો સહિત ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકો ને વિનામૂલ્યે સારવાર મળે તે હેતુ થી ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા રજુઆત કરવામાં આવી છે.

હીરાઉધોગ મા કામ કરતા રત્નકલાકારો છેલ્લા ઘણા સમય થી પાયમાલ થઈ રહ્યા છે અને લોકડાઉન મા પણ સરકારે અને ઉધોગપતિઓ એ રત્નકલાકારો ને રામ ભરોસે રાખ્યા હતા અને કોઈ જ આર્થિક મદદ સરકાર કે ઉધોગપતિઓ એ કરી નહોતી.

રમેશભાઈ જીલરીયા અને ભાવેશ ટાંકએ જણાવ્યું હતું કે, હીરાઉદ્યોગના રત્નકલાકારો છેલ્લા ઘણા સમયથી બેરોજગારી અને આર્થિક તંગી સહિતની અનેક સમસ્યાઓથી પીડાય રહ્યા છે. બેરોજગારી અને આર્થિક તંગીના કારણે અસંખ્ય રત્નકલાકારોએ આપઘાત કરી જીવન ટૂંકાવી લેવાના બનાવો બન્યા છે. ત્યારે કોરોના વાયરસ ની ખૂબ મોંઘી સારવાર પ્રાઇવેટ હોસ્પિટલમા રત્નકલાકારો લઈ શકે એટલા સક્ષમ નથી જેના કારણે ઉપરોકત રજુઆત કરવા ની ફરજ પડી છે

હીરાઉધોગ મા કામ કરતા રત્નકલાકારો સહિત ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકો ને અમૃતમ યોજના અને આયુષ્યમાન ભારત યોજના હેઠળ પ્રાઇવેટ હોસ્પિટલમા કોરોના વાયરસ ની વિના મૂલ્યે સારવાર મળે તો રત્નકલાકારો ને અને અન્ય લોકો ને આર્થિક બોજા ના ડુંગર તળે થી બચાવી શકાય તેમ છે

હીરાઉધોગ ના રત્નકલાકારો પ્રાઇવેટ હોસ્પિટલમા ની મોંઘી સારવાર લઈ શકે તેમ નથી કેમ કે છેલ્લા ઘણા સમય થી રત્નકલાકારો બેરોજગારી અને આર્થિકતંગી જેવી અનેક સમસ્યાઓ થી પીડાય રહ્યા છે ત્યારે જો ઉપરોકત યોજના હેઠળ કોરોના વાયરસ નો સમાવેશ કરવા મા આવે તો નાના લોકો ને આર્થિક રીતે પાયમાલ થતા બચાવી શકાય તેમ છે.

કોરોનાના કારણે જ લોકડાઉન જાહેર કરવામા આવ્યું હતું. તેમાં પણ રત્નકલાકારોને સરકારના પરિપત્ર મુજબનો લોકડાઉનનો પગાર ચૂકવાયો નથી. બીજી તરફ સરકાર દ્વારા પણ હીરાઉદ્યોગના રત્નકલાકારોને કોઈ પ્રકારની આર્થિક મદદ કરવામાં આવી નથી. જેના કારણે રત્નકલાકારો ભારે આર્થિક સંકટમા ફસાઈ ગયા છે.

આ યોજનામા કોરોના વાઈરસ નામના રોગનો સમાવેશ કરવા અથવા હીરાઉદ્યોગમા કામ કરતા રત્નકલાકારો સહિત તમામ મધ્યમ વર્ગના લોકોને પ્રાઈવેટ હોસ્પિટલમા કોરોના વાઈરસની સારવાર વિના મૂલ્યે મળે એ બાબતે તાત્કાલીક નિર્ણય લેવામાં આવે એવી અપીલ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *