નાઈટ કર્ફ્યુંથી હેરાન થતા રત્નકલાકારોની સમસ્યાઓ દુર કરવા ડાયમંડ વર્કર યુનિયને કરી કલેકટરને રજૂઆત

Published on Trishul News at 6:00 PM, Fri, 9 April 2021

Last modified on April 9th, 2021 at 6:13 PM

હાલમાં સુરતની હાલત દિવસેને દિવસે કફોડી બનતી જઈ રહી છે ત્યારે સુરતનાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા મ્યુનિસિપલ કમિશ્નરને શહેરમાં લાદવામાં આવેલ નાઈટ કર્ફ્યુના આયોજનપૂર્વક અમલ કરાવવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં એસોસિએશને જણાવ્યું હતું કે, શહેરમાં કોરોનાને લીધે હાલત ખૂબ ખરાબ છે.

જેથી કોરોના વાયરસના સક્રમણ અટકાવવાના ભાગ રૂપે રાજય સરકારે સાંજે 8:00 વાગ્યાથી લઈને સવારના 6:00 વાગ્યા સુધીનો રાત્રી કરફ્યુનું જાહેરાત કરી છે. છેલ્લા 2 દિવસથી શહેરમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતાં જેને લીધે પ્રશ્ન થાય કે, આનાથી તો કોરોનામાં ઘટાડાને બદલે વધારો થશે.

ટ્રાફિક થવાનુ મુખ્ય કારણ શહેરના હીરાઉધોગના મોટા ભાગના કારખાનામાંથી રત્નકલાકારોને સાંજનાં 7:00 વાગ્યે છોડી દેવામાં આવે છે એક જ સમયે તમામ કારીગરો છૂટવાને લીધે શહેરમાં ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા છે. આની સાથે જ ટ્રાવેલ્સ પણ એ જ સમયે રોડ ઉપર આવતી હોવાથી કેટલાંક લોકો ટ્રાફિકને લીધે ખુબ હાલાકી ભોગવી રહ્યા છે

જેથી આજ રોજ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા જિલ્લા કલેકટરશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી, પોલીસ કમિશનરશ્રી, ડેપ્યુટી લેબર કમિશનરશ્રી, નાયબ નિયામકશ્રી ઔધોગિક સલામતી તેમજ સ્વાસ્થ્યને ઉપરોકત વિષય પર આવેદનપત્ર પાઠવીને રજુઆત કરવામાં આવી હતી.

હીરાઉધોગના કારખાનાને જો વિસ્તાર પ્રમાણે જુદાં-જુદાં સમયે બંધ કરવામાં આવે તો સરકારનો નિર્ણય પણ સાર્થક થાય તેમજ રોડ ઉપર ઓછામાં ઓછુ ટ્રાફિક જામ સર્જાય તેમજ ખોટી રીતે ટ્રાફિકમાં ફસાય જતા લોકો પણ સમયસર પોતાને ઘરે પહોંચી શકે એ માટે ઉપરોક્ત બધાં અધિકારીને રજુઆત કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "નાઈટ કર્ફ્યુંથી હેરાન થતા રત્નકલાકારોની સમસ્યાઓ દુર કરવા ડાયમંડ વર્કર યુનિયને કરી કલેકટરને રજૂઆત"

Leave a comment

Your email address will not be published.


*