પેટ્રોલ ડીઝલ પુરાવતી વખતે ફોન વાપરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો- એક ભૂલને કારણે દોડતા થઇ ગયા લોકો

ઘણીવાર આપણે જયારે વાહનમાં પેટ્રોલ કે ડીઝલ પુરાવવા માટે જતાં હોઈએ છીએ ત્યારે આપણે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. હાલમાં જ આવી એક ઘટના…

ઘણીવાર આપણે જયારે વાહનમાં પેટ્રોલ કે ડીઝલ પુરાવવા માટે જતાં હોઈએ છીએ ત્યારે આપણે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. હાલમાં જ આવી એક ઘટના સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. વાયરલ વીડિયોને શૅર કરતાં લોકો પેટ્રોલ પંપમાં મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવાની અપીલ સોશિયલ મીડિયા પર કરી રહ્યા છે.

પેટ્રોલ પંપ પર આગ લાગવાના વીડિયો સમયાંતરે સામે આવતા જ રહે છે. આવાં વીડિયોને સોશિયલ મીડિયા પર શૅર કરવાની સાથે જ લોકોને સતર્ક રહેવા માટે પણ કહેવામાં આવી રહ્યું હોય છે.પેટ્રોલ પંપ પર મોબાઇલ ફોનનાં ઉપયોગ પ્રતિબંધિત છે. તેમ છતાં પણ ઘણાં લોકો તેનો ઉપયોગ કરતા હોય છે.

પેટ્રોલ પંપ ખાતે એક બાઇકમાં પેટ્રોલ પૂરાવતી વખતે અચાનક જ આગ લાગવાનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે, મોબાઇલ ફોનની રિંગ વાગતાં જ બાઇક ચાલક કૉલને રિસીવ પણ કરે છે, આ દરમિયાન અચાનક જ આગ લાગી ગઈ હતી.

મળતી માહિતી અનુસાર આ વીડિયો છત્તીસગઢમાં આવેલ બેમેતરા જિલ્લાના નવાગઢના પેટ્રોલ પંપના CCTV કેમેરામાં કેદ થયો છે.નવાગઢમાં તે સમયે એક મોટી દુર્ઘટના પણ ટળી ગઈ હતી, જ્યારે બાઇકમાં પેટ્રોલ પૂરાવતી વખતે પેટ્રોલની ટેન્કમાં અચાનક જ આગ લાગી ગઈ હતી. બાઇકમાં આગ લાગવાના તમામ દૃશ્ય ત્યાં જ લાગેલ CCTV માં કેદ પણ થઈ ગયા હતાં.

ઘટના ગત 24 જુલાઈની હોવાનું જણાવવામાં અકવિ રહ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે, કે કેવી રીતે પેટ્રોલ પૂરાવતી વખતે બાઇકની ટેન્કમાં અચાનક જ આગ પકડી લે છે. આ દરમિયાન પેટ્રોલ પંપના કર્મચારીએ સમય સૂચકતા રાખીને પોતાની તથા બાઇક ચાલકને આગની ઝપેટમાં આવતા જ બચાવી લીધા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *