શિરડી દર્શન કરી પરત ફરી રહેલા પરિવારને નડ્યો અકસ્માત, કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતા ભભૂકી ઉઠી ભીષણ આગ

Published on Trishul News at 5:06 PM, Wed, 25 May 2022

Last modified on May 25th, 2022 at 5:06 PM

અંકલેશ્વર(Ankleshwar): રાજ્યમાં અકસ્માત (Accident)ની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધી રહી છે. અકસ્માતને કારણે કેટલાય નિર્દોષ લોકોને પોતાના જીવ ગુમાવવા પડતા હોય છે. ત્યારે આવા જ એક ગંભીર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર(Ankleshwar) પાસેના નેશનલ હાઇવે(National Highway) પર મોતાલી પાટિયા(Motali Patiya) પાસે શિરડી(Shirdi) દર્શન કરી પરત જતા અમદાવાદ (Ahmedabad)ના પરિવારની કાર ટ્રક સાથે અથડાયા બાદ ભીષણ અચાનક આગ(Fire) ફાટી નીકળી હતી.

જો કે કારમાં સવાર પરિવારના 5 સભ્યો બહાર નીકળી જવામાં સફળ થયા હતા. જેના કારણે તમામનો બચાવ થયો હતો. વાસ્તવમાં, અમદાવાદનો પરિવાર એસેન્ટ કારમાં મહારાષ્ટ્રના શિરડીથી દર્શન કરી પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર મોતાલી ગામ નજીક ટ્રક સાથે ટક્કર બાદ કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી.

ગણતરીની પળોમાં આખી કાર અગનગોળામાં પરિવર્તિત થઇ ગઈ હતી. પરન્રું, કારમાં સવાર પરિવારના 5 સભ્યો સમયસર બહાર નીકળી જવામાં સફળ રહ્યાં હતા. જેના કારણે તમામના જીવ બચી ગયા છે. આગ એટલી ભીષણ હતી કે કારમાં તેઓનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો. જો કે ઘટના અંગે અંકલેશ્વર ફાયર સ્ટેશનમાં કોઈ જાણ કરવામાં ન આવતા કાર બળીને ખાખ થઇ ગઈ હતી. હાલ ત્યાની પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "શિરડી દર્શન કરી પરત ફરી રહેલા પરિવારને નડ્યો અકસ્માત, કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતા ભભૂકી ઉઠી ભીષણ આગ"

Leave a comment

Your email address will not be published.


*