અચાનક જ ઘરમાં ઘુસી ગયો કિંગ કોબ્રા અને બાળકની પાછળ પડ્યો, પછી થયું કઈક એવું કે…- આ વિડીઓ જોઇને રૂવાડા ઉભા થઇ જશે

Published on: 5:56 pm, Fri, 16 July 21

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક ખતરનાક વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમારા રૂવાડા ઉભા થઇ જશે.

વિયતનામનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં 6.5 ફૂટથી વધુ લાંબો કિંગ કોબ્રા સાપ ઘરના આંગણામાં રમતા બાળકનો પીછો કરી રહ્યો છે. જો ઘરમાં હાજર લોકો સમયસર બાળક સાથે ભાગી ન ગયા હોત તો કઈક અલગ જ ઘટના ઘટી શકે એમ હતી. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક નાનું બાળક ઘરની ફળીયામાં બેસીને રમી રહ્યું છે. પછી તેની પાસે ઉભેલા એક વ્યક્તિની નજર બાળક તરફ પડી. કિંગ કોબ્રા સાપ જોતાં જ તે બાળકને ઉચકીને ઘરની અંદર દોડવા લાગે છે અને ઝડપથી ઓરડાની અંદર જાય છે અને દરવાજો બંધ કરી દે છે.

ખુબ જ ઝડપથી કિંગ કોબ્રા ઘરના દરવાજા સુધી પહોચે છે. પરંતુ કિંગ કોબ્રા સાપ ઘરમાં પ્રવેશે તે પહેલા વ્યક્તિ ઘરનો દરવાજો બંધ કરી દે છે. જેને લીધે કિંગ કોબ્રા દરવાજો બંધ જોઇને બહારની તરફ પાછો ફરવા લાગે છે. તમે વિડીઓમાં સ્પષ્ટ જોઈ શકો છો કે, કિંગ કોબ્રા સાપની ગતી ખુબ જ ઝડપી છે.

કિંગ કોબ્રાનો આ પ્રકારનો ખતરનાક વીડિયો તમે પહેલા ભાગ્યે જ જોયો હશે. આ વિડિઓ જોઈને, કોઈપણના રૂવાડા ઉભા થઈ જશે. આ વિડિઓ હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ચાલો તમને જણાવી દઈએ કે આ ઘટના 14 જુલાઈની છે અને વિયતનામના સોક ટ્રંગ પ્રાંતની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.