ગૂગલમાં IDIOT લખીએ તો ટ્રમ્પ નું નામ આવે છે, આ જોઈને અમેરિકન સરકારે ગુગલ CEO ને કર્યા સવાલો…

વિશ્વના પ્રખ્યાત સર્ચ એન્જીન Google પર

જ્યારે તમે ‘IDIOT’ શબ્દ સર્ચ કરો ત્યારે અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર બટવવામાં આવતી હોય છે. અમેરિકન ડેમોક્રેટિક મહિલા સાંસદ ઝો લોફગ્રેને આ અંગે એક સવાલ કર્યો કે જ્યારે ગૂગલમાં ‘ઈડિયટ’ સર્ચ કરવામાં આવે ત્યારે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અનેક તસવીરો કેમ જોવા મળે છે? આવા અનેક સવાલો આપણા મનમાં પણ થતા હશે. આ રીતે ભારતમાં જોવા જઈએ તો વડાપ્રધાન મોદીની તસવીરો પણ ગુગલ સર્ચમાં Feku શબ્દ લખતા દેખાઈ આવે છે, જે બાબતે આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઇ શકી નથી.

ગુગલ સર્ચમાં જ્યારે કોઈ યૂઝર કીવર્ડ નાખે છે ત્યારે એલ્ગોરિથમના આધાર પર યૂઝર તે વેબપેજ અને ફોટો શોધે છે. હકીકતમાં ગુગલ સર્ચ એન્જીનને એ પ્રકારે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે જ્યારે કોઈ શબ્દને વારંવાર સર્ચ કરવામાં આવે ત્યારે સર્ચ એન્જીન તે કીવર્ડને પોપ્યુલર કેટેગરીમાં નાખી દે છે.

ઉલ્લેખનીય છે કે કેટલાક રિપબ્લિકન સાંસદોએ ગૂગલ પર આરોપ લગાવ્યો છે કે ગૂગલના કર્મચારીઓ રાજકીય કારણોસર પરિણામોમાં હેરફેર કરીને રજૂ કરે છે. જો કે રિપબ્લિક પાર્ટીના સાંસદોના આવા આરોપોને ગૂગલ સીઈઓએ નકારી દીધા હતા અને કહ્યું હતું કે કોઈ એક વ્યક્તિ કે કોઈ ગ્રૂપ દ્વારા પણ આમ કરવું શક્ય નથી. કેમકે આ પ્રક્રિયામાં અનેક સ્ટેપ્સમાંથી પસાર થવાનું હોય છે. જો કે રિપબ્લિકન સાંસદો પિચાઈના જવાબથી સંપૂર્ણ સંતુષ્ટ નહોતા.

અમેરિકન રિપબ્લિકન સાંસદોએ આ સાથે તેમની સરકાર દ્વારા લાગુ કરાયેલા હેલ્થ કેર બિલ અને જીઓપી ટેક્સ કટ જેવી યોજનાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેને ગૂગલ પર સર્ચ કરવામાં આવે ત્યારે નકારાત્મક લેખો શ્રેણીબદ્ધ રીતે સ્ક્રીન પર જોવા મળે છે. આ અંગે પિચાઈએ રિપબ્લિકન સાંસદોને આશ્વસ્ત કર્યા હતા કે તેમની કંપની ટૂંક સમયમાં જ આવી સમસ્યાને દૂર કરી દેશે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પ ગુગલ સર્ચમાં અમેરિકી રાષ્ટ્રપતિની ખોટી છબી બનાવવા  બદલ કંપની પર કાર્યવાહી કરી શકે છે. તેમણે કહ્યું હતું કે જ્યારથી પદભાર સંભાળ્યો છે ત્યારથી મીડિયા હંમેશા મારા વિરુદ્ધના અહેવાલો ચલાવે છે. ટ્રમ્પે પોતાના આ દર્દ માટે સીધી રીતે ગુગલને જવાબદાર ઠેરવ્યું છે. ટ્રમ્પનો આરોપ છે કે ગુગલ મારા વિરુદ્ધ નકારાત્મક અહેવાલો સર્ચ થવામાં મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. જે ખતરનાક છે.

આવી સવાલની કાર્યવાહી થવા પાછળ માત્ર સુંદર પીચાઈ જ નથી, આ પહેલા ફેસબુકના CEO માર્ક ઝુકરબર્ગ પણ સામનો કરી ચુક્યાં છે.

Facebook Comments