10,000 રૂપિયા લઈને US પહોચેલા સુનિલ સિંહ આજે ‘Indian Pizza King’ તરીકે બન્યાં જાણીતા- જાણો સફળતાની કહાની

Published on: 3:54 pm, Wed, 21 December 22

અમેરિકા(America): અમેરિકામાં રહેતા સુનિલ સિંહ મૂળ ભારતીય છે. તેમને 1994માં ભારતમાં એન્જિનિયરિંગ(Engineering)નો અભ્યાસ કર્યો હતો. તે દરમિયાન તેમના કોઈ સંબંધીએ તેમને ગ્રીનકાર્ડ માટે સ્પોન્સર કર્યા હતા. ત્યારે તેઓ 2002માં માત્ર 300 ડોલર એટલે કે ત્યારના હિસાબે 10 હજાર રૂપિયા લઈને અમેરિકા ગયા હતા. ત્યાં ગયા બાદ તેમને નોકરી મળતી ન હતી. તેમને ખુબજ મુશ્કેલી બાદ એક રેસ્ટોરન્ટમાં કૂક તરીકેની નોકરી મળી હતી. પરંતુ આજે તે પિઝા કિંગ તરીકે ઓળખાય છે.

જાણો કઈ રીતે કરી હતી શરૂઆત
સુનિલ સિંહએ કમ્પ્યુટર ઇન્ફર્મેશન સિસ્ટમમાં 1999માં માસ્ટર્સ કર્યું છે. ત્યારે તેમની ઉંમર 39 વર્ષની હતી. ત્યાર બાદ તેમને એક સોફ્ટવેર કંપનીમાં નોકરી મળી હતી. પરંતુ થોડા સમય બાદ મંદી હોવાથી તેમની છટણી કરવામાં આવી. અને એ સમયે સુનીલે પોતાનો પીઝાનો બિઝનેસ શરૂ કરવાનું વિચાર્યું, પરંતુ બિઝનેસ શરુ કરવા માટે તેમની પાસે પૈસા ન હતા.

ત્યારબાદ તેમને પિઝા ડિલિવરીનું કામ કર્યું. અંદાજે તેમને 3 વર્ષ સુધી પિઝા ડિલિવરીનું કામ કરીને 2 લાખ ડોલરની કમાણી કરી. વર્ષ 2002માં સુનિલે પાપા જોનની ફ્રેન્ચાઇઝી ખરીદી. અત્યારે તેઓ પાપા જોનની 38 ફ્રેન્ચાઇઝી અને 8 ટ્રોપિકલ સ્મૂથી કેફે ફ્રેન્ચાઇઝીની માલિકી ધરાવે છે. તેમના અન્ડરમાં 700 જેટલા કર્મચારીઓ કામ કરે છે. તેમને જણાવ્યું કે તેઓ ભારતીય સમુદાયના કાર્યક્રમમાં નિ:શુલ્ક પિઝા સર્વિસ આપે છે અને તેથી જ લોકો પ્રેમથી તેમને ‘પિઝા કિંગ’ કહે છે.

સુનિલ સિંહે બિઝનેસ કરનારાને લોન ન લેવાની સલાહ આપી છે. લોન લો તો જલદી ચુકવણી કરો. કોઇ કામ નાનું મોટું હોતું નથી. દરેક કામ માટે તૈયાર રહો. મેં પિઝાની ડિલિવરી સુધીનું કામ કર્યું. બિઝનેસ ત્યારે જ શરૂ કરો, જ્યારે પ્લાન તૈયાર હોય.

2010 માં સિંઘના પુત્રો રાહુલ સિંહ અને મનીષ સિંહે તેમનો વ્યવસાય સંભાળ્યો, અને સિંઘ હજુ પણ તેમને તેમના પારિવારિક વ્યવસાય વિશે સલાહ આપવાનું ચાલુ રાખે છે. તેણે કહ્યું, “મેં ઘણા લોકોને યુએસ સ્પોન્સર કર્યા અને તેમાંથી કેટલાક શરૂઆતમાં મારા ઘરે રોકાયા. મારા બાળકોને તેમના રોકાણથી ફાયદો થયો, કારણ કે તેઓ દરરોજ તેમની સાથે ઘણી વાતચીત કરતા હતા. આ ક્રિયાપ્રતિક્રિયાઓએ આપણા ભારતીય મૂળને સમજવા અને આપણી સંસ્કૃતિ અને ભાષાને માન આપવાની જરૂરિયાતને સમજવામાં ઘણો ફરક પાડ્યો છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.