ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

સુનીતાના પરિવારે કેટલાય વેપારીઓને લગાવ્યું છે બુચ- પૈસા ન આપવા પડે એટલે કર્યા છે પોલીસ કેસ

સુરતમાં લાંબા સમયથી વિવાદમાં રહી ચુકી સુનિતા યાદવ અને તેના પરિવાર દ્રારા સામાન્ય લોકોના રૂપિયા નથી ચૂકવ્યા અને ચેક પણ બાઉન્સ થયા છે. ત્યારે હવે સુનિતાના કરની અને કથનીમાં બહુ ફરક સામે આવી રહ્યો છે.

ટૂંક સમયમાં લાખો લોકો આ સુનીતા યાદવના સપોર્ટ માં આવ્યા હતા. પુરા ભારતભરમાં સુનિતા સુનિતા થતું હતું, એજ સુનિતાએ છેલ્લે મીડિયા સમક્ષ પણ પોતાનો રોફ જમાવ્યો હતો અને ગત રાત્રિ એ બાર વાગ્યે ફેસબુક માં લાઈવ થઈ ને અનેક લોકો સામે સવાલો ઉભા કર્યા છે અને પોતે કહે છે કે હું મીડિયા સામે પણ આવીશ અનેક ખુલાસા કરીશ.

પરંતુ આજે સુરતમાં અનેક ભેગા થઇ સુનિતાના પપ્પા સામે કેટલાક આક્ષેપ કર્યા છે અને બાંધકામ મટીરીયલ ના પેસા લેવાના હતા. તેમાં ચેક આપ્યા હતા તે ચેકો બાઉન્સ થયા છે અને વેપારીને ખોટા કેસમાં જેલમાં લઈ જવાની ધમકીઓ પણ આપી છે. ત્યારે રોજે રોજ નવા ખુલાસા સુનિતા સામે આવી રહ્યા છે અને હવે લોકો આજ સુનિતા યાદવના હવે સ્ટંટ હોય તેવુ માની રહ્યા છે અને જેને સુરતમાં સુનિતા યાદવનો કડવો અનુભવ થયો છે. આ પીડિત લોકો તો હવે સુનીતાને સસ્પેન્ડ કરવા સુધીની માંગ કરી રહ્યા છે. ત્યારે હવે સુનિતાના આ મુદ્દે પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે એ જોવાનું રહશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: