સની લીયોનીએ જણાવ્યું તેની ફિટનેસનું ચોકાવનારું રહસ્ય. જાણો અહીં

પૂર્વ પોર્નસ્ટાર અને બોલિવુડ ઍક્ટ્રેસ સની લિયોનીના ફીગરના દુનિયાભરમાં ફેન્સ છે. જોકે તેના હોટ ફિગર પાછળ જવાબદાર છે તેનું જિમિંગ, જ્યાં તે હંમેશાં એક વાતનું…

પૂર્વ પોર્નસ્ટાર અને બોલિવુડ ઍક્ટ્રેસ સની લિયોનીના ફીગરના દુનિયાભરમાં ફેન્સ છે. જોકે તેના હોટ ફિગર પાછળ જવાબદાર છે તેનું જિમિંગ, જ્યાં તે હંમેશાં એક વાતનું ધ્યાન રાખે છે કે અઠવાડિયામાં ક્યારેય તેના વર્કઆઉટમાં ખાડો ન પડે.

એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે તે એક્સરસાઈઝ કર્યા વિના ક્યારેય સેટ પર નથી જતી અને રોજ કલાકથી દોઢ કલાક સુધી એક્સરસાઈઝ કરે છે. પોતાની ફેવરિટ કસરતો વિશે તે કહે છે કે અપર બોડી માટે તેને હેડ સ્ટેન્ડ કરવાનું અત્યંત પસંદ છે. તમને જણાવી દઈએ કે હેડ સ્ટેન્ડ માત્ર તમારી અપર બોડીને સેઈપમાં જ નથી રાખતી, પરંતુ તેને કારણે ગરદનમાં થનારા દર્દમાં પણ રાહત મળે છે. આખા શરીરના દુખાવામાં પણ આ કસરસ રાહત આપે છે.

આ ઉપરાંત સનીને કાર્ડિયો પણ અત્યંત પસંદ છે. તે રોજ ટ્રેડ મિલ પર દોડે છે અને દોરડા કૂદવાનું પણ તેને પસંદ છે. આ એક્સરસાઈઝને કારણે તેની બોડી એકદમ ટોન્ડ થઈ ગઈ છે. એનું માનવું છે કે આ એક્સરાઈઝ તેને માનસિક રીતે પણ ઘણી ફિટ રાખે છે.

સનીને કપલ એક્સરસાઈઝ પણ અત્યંત પસંદ છે. તે કહે છે કે જ્યારે તેને એક્સરસાઈઝનો કંટાળો આવે છે ત્યારે તેના પતિ ડેનિયલ સાથે હલકું વર્કઆઉટ કરે છે. તે કહે છે આવું કરવાથી તમારું બોડી તો ફીટ રહે જ છે, પરંતુ તમારી રિલેશનશીપ પણ ઘણી મજબૂત બને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *