ભાજપના નેતા પર થયેલા હુમલાના આરોપીઓએ કર્યો ધડાકો: લંડનથી મળી હતી સોપારી

સુરતના વરાછા વિસ્તારમાં ગત સોમવારે રાત્રે ભાજપના કાઉન્સિલર ભરતભાઈ મોના ઉપર ફાયરીંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચે કુલ બે આરોપીઓની ધરપકડ કરી હતી.…

સુરતના વરાછા વિસ્તારમાં ગત સોમવારે રાત્રે ભાજપના કાઉન્સિલર ભરતભાઈ મોના ઉપર ફાયરીંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચે કુલ બે આરોપીઓની ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં ચોંકાવનારી વાતો સામે આવી છે.

જગદીશનગરના પોપડાની કરોડોની જમીનના વિખવાદમાં આ ફાયરીંગ કરાયું હોવાનું સામે આવી રહ્યું છે. ધરપકડ કરાયેલા બે આરોપીઓ પૈકી એક આરોપીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ફાયરીગં કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ATS તપાસમાં જોડાયેલી

વરાછા વિસ્તારના ભાજપના કાઉન્સિલર ભરત મોના ઉપર ગત સોમવારે રાત્રે વરાછાની વર્ષા સોસાયટી ખાતે આવેલ પોતાની ઓફિસથી ઘરે જતી વખતે ફાયરિગ કરવામાં આવ્યુ હતું. આ બનાવમાં પોલીસે તપાસ કરતાં જમીનના એક વિવાદમાં ફાયરીંગ થયું હોવાની વિગત પોલીસને મળી હતી. પોલીસે આ દિશામાં તપાસ શરુ કરી હતી. આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ATS પણ તપાસમાં જોતરાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચે વરાછાના હિસ્ટ્રીશીટરની અટકાયત કરી પુછપરછ કરવા સાથે કાઉન્સિલર અને તેમના ભાઈની પણ પુછપરછ કરી હતી. તેમણે ત્રણેક બાબતો અંગે આશંકા વ્યક્ત કરતા તપાસ તે દિશામાં કેન્દ્રીત કરી હતી.

જમીન પર કબ્જો કરાયેલો

પોલીસ તપાસમાં સામે આવ્યુ હતું કે વરાછાના જગદીશ નગર ખાતે આવેલ એક જમીન પર છેલ્લા કેટલાક સમયથી નરેશ માલસુરભાઇ ધગલ ગેરકાયદેસર રીતે છેલ્લા કેટલાક વર્ષોથી કબ્જો જમાવીને બેસેલ છે. આ જમીને લઈને વિવાદ ચાલે છે ત્યારે પોલીસે આ મામલે નરેશ સાથે આઠ લોકોની પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. મોડીરાત્રે પશુપાલકનું કામ કરતા નરેશ માલસુરભાઇ ધગલ અને વિજયદાન દાદાભાઈ ગઢવીની ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *