દેશના આ પ્રદેશો પર 21 વર્ષ બાદ ત્રાટકશે અંફાન વાવાઝોડું- વાંચો ગુજરાતને કેટલી અસર થશે

બંગાળની ખાડી માંથી જન્મેલા અંફાન નામના વાવાઝોડએ દક્ષિણ અને મધ્ય બંગાળની ખાડી ઉપર વધારે ભયાનક રૂપ લઈ લીધું છે. ભારતીય હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ અને…

બંગાળની ખાડી માંથી જન્મેલા અંફાન નામના વાવાઝોડએ દક્ષિણ અને મધ્ય બંગાળની ખાડી ઉપર વધારે ભયાનક રૂપ લઈ લીધું છે. ભારતીય હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા માટે એલર્ટ જાહેર કર્યું છે. સાથે-સાથે તેમણે જણાવતા કહ્યું કે, તોફાનને નજરમાં રાખતાં આગળના કેટલાક કલાકો ખૂબ મહત્વના છે. તસવીરમાં  દેખાઈ રહ્યું છે કે કોઈમ્બતુરમાં ઝડપી પવનના કારણે દિવાલ પડવાથી કાર દબાઈ ગઈ. જ્યારે તોફાન પૂરી રીતે હજુ આવ્યું પણ નથી અને આવી તબાહી મચાવવાનું ચાલુ કરી દીધું છે.

હવામાન વિભાગે જણાવતા કહ્યું છે કે વાવાઝોડા અંફાન બંગાળના દક્ષિણ ભાગમાંથી આગળ વધી છ કલાકમાં 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સાથે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાની તરફ વધી રહ્યું છે. આ પશ્ચિમ બંગાળ, ઓરીસ્સા અને બાંગ્લાદેશના કિનારાઓ સાથે ભટકાશે. અહીયા આપેલી તસવીર કોઈમ્બતુરમાં મચાવેલી તબાહીની છે.

ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપતા જણાવ્યું છે કે આગળના છ કલાક દરમિયાન વાવાઝોડું વધારે ઝડપી થવાની સંભાવના છે. ઉત્તર-પૂર્વ તરફ વધતા અને બંગાળના ઉત્તર-પશ્ચિમ ખાડીમાં વધારે ઝડપ પકડી લેવાની સાથે 20 મી મેની બપોરે અથવા સાંજે પશ્ચિમ બંગાળને પાર કરવાની સંભાવના છે. તસવીરો કોઇમ્બતુરમાં મચાવેલી તબાહીની છે જ્યાં વૃક્ષો અને વીજળીના થાંભલા ઉખડી ગયા છે.

હાલમાં ચક્રવાતની ગતિ 160 કિલોમીટર પ્રતિ કલાક છે. આ લગભગ 1,000 કિલોમીટર દૂર છે. 19 મેના રોજ આ ચક્રવાત તબાહી કરી શકે છે. એક ખાનગી ન્યુઝ એજન્સી અનુસાર ચક્રવતી તુફાન અંફાન સુપર સાયક્લોનમાં બદલાઈ શકે છે. આ વાતની જાણકારી ભારતના હવામાન વિભાગે આપી છે. કોઈમ્બતુરમાં તો ઘણી જગ્યા પર વીજળી અને ટેલીફોનના તાર અને વૃક્ષો પડી ગયા છે.

હલ્દિયા બંદર પર માલ નું લોડીંગ અને અનલોડિંગને બંધ રાખવા માટે કહેવામાં આવ્યું છે. તમામ પ્રકારના સુરક્ષાના ઉપાયો કરવામાં આવ્યા છે. ભુવનેશ્વર હવામાન વિભાગ કેન્દ્રના ડાયરેક્ટર વિશ્વાસે જણાવતા કહ્યું છે કે, બંગાળની ખાડીમાં ઊભું થયેલું તોફાન આવનારા 12 કલાકમાં ઝડપી થવાની સંભાવના છે. ઝડપી પવન સાથે વરસાદ થવાની પણ સંભાવના છે. રામનાથપુરમમાં કેટલાક માછીમારોની હોડીઓને પણ નુકસાન થયું છે. જો આ વાવાઝોડાએ તેનું મોટું સ્વરૂપ ધારણ કર્યું તો આ વાવાઝોડું કોરોના કરતા પણ વધારે તબાહી મચાવી શકે તેવી સંભાવના છે.

ખાસ આ વાવાઝોડાની વાત કરીએ તો બંગાળની ખાડી તરફ આવેલા રાજ્યોને આ વાવાઝોનો ખતરો વધારે માત્રામાં છે, જો ગુજરાતની વાત કરીએ આ વાવાઝોડાથી ગુજરાતના લોકોને રાહત છે. ગુજરાતને આ વાવાઝોડાથી કોઈ નુકશાન થશે નહિ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *