અનેક સુપરહિટ ફિલ્મો આપનાર સાઉથનાં આ સુપરસ્ટારને નડ્યો ભયંકર અકસ્માત- જુઓ LIVE વિડીયો

Published on: 10:27 am, Sun, 12 September 21

માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સુપરસ્ટાર ચિરંજીવીના ભત્રીજા તેમજ સાઉથ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા સાંઈ ધરમ તેજને શુક્રવારની રાત્રે રોડ અકસ્માત નડ્યો હતો. ઘટના પછી તેને પાસેની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

એવું કહેવામાં આવ્યું છે કે, બાદમાં અભિનેતાને એપોલો જ્યુબિલી હિલ્સમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. તેમની હાલત સ્થિર હોવાનું કહેવામાં આવે છે. આ અકસ્માત સાઇબરારાબાદના આઇકોનિક કેબલ બ્રિજ પર સર્જાયો હતો. મળતી માહિતી પ્રમાણે સાંઈ ધરમ તેજ પોતાની સ્પોર્ટ્સ બાઇક પર જઈ રહ્યા હતા.

પુલ પર કાદવને લીધે, જ્યુબિલી હિલ્સ તેમજ IKEA સ્ટ્રેચ વચ્ચે, સાઈએ તેની બાઇક પર સંતુલન ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન તેણે હેલ્મેટ પહેર્યું હતું, જેને લીધે તેના માથામાં કોઈ ઈજા થઈ ન હતી. અકસ્માત પછી તેને પાસેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

સાઈના મામા તેમજ અભિનેતા પવન કલ્યાણ અકસ્માતની જાણ થતા જ હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતા. ત્યારબાદ કેટલીક હસ્તીઓ તેને મળવા માટે આવી હતી. સાયબરાબાદ પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામ આવી રહી છે. તમને જણાવી દઈએ કે, સાઈ ધરમ તેજ સાઉથ સિનેમાના સુપરસ્ટાર ચિરંજીવી તેમજ પવન કલ્યાણના ભત્રીજા છે. સાઈ અલ્લુ અર્જુન, રામ ચરણ, અલ્લુ શિરીષ તથા વરુણ તેજનો ભાઈ છે.

સાંઈ હાલમાં હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હોસ્પિટલમાં તેની દેખરેખ રાખવામાં આવી રહી છે. સ્થિર થયા પછી સાઈને આગળની સારવાર માટે એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. બ્રિજ પરના CCTV કેમેરામાં સાંઈના અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે કે, જેમાં અભિનેતાનું બાઇક સ્લીપ થતા રસ્તાની વચ્ચે પડતા જોઈ શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.