ફ્રી વીજળીની માંગ સાથે થઈ રહેલા આંદોલનને મળ્યું એવું સમર્થન કે લોકો બોલ્યા, કેજરીવાલ સિવાય કોઈ કામનું નહિ

Published on: 10:04 am, Wed, 22 June 22

ગુજરાત(Gujarat): દરેક જિલ્લામાં આમ આદમી પાર્ટી(AAP)નું ફ્રી વીજળી આંદોલન ચાલી રહ્યું છે. ગુજરાતમાં ફ્રી વીજળીની માંગ સાથે ચાલી રહેલા આ આંદોલનની સાથે ગુજરાતની જનતાને જણાવવામાં આવી રહ્યું છે કે કેજરીવાલ સરકાર(Kejriwal government) દ્વારા દિલ્હીમાં 200 યુનિટ વીજળી મફત આપવામાં આવી રહી છે અને સમગ્ર દિલ્હીમાં 24 કલાક વીજળી ઉપલબ્ધ છે. ગુજરાતની જનતા પણ હવે આવી જ સુવિધાઓની માંગ કરી રહી છે. અમે લોકોને ખાતરી આપીએ છીએ કે આમ આદમી પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણી જીતીને દિલ્હીની જેમ ગુજરાતના લોકોને પણ મફત વીજળી આપશે.

આમ આદમી પાર્ટીના નેતા તથા કાર્યકર્તાઓ દ્વારા ફ્રી વીજળી આંદોલન હેઠળ અમદાવાદ શહેરના નારણપુરા, ચાંદલોડીયા તથા સાબરમતી, સુરત શહેરના વરાછા તથા કરંજ, ભાવનગર શહેરના જલાલપુર, જૂનાગઢ,જામનગર, વડોદરા અને રાજકોટની સાથે બીજા ઘણા શહેરોમાં પદયાત્રા, મશાલ યાત્રા, ટોર્ચ યાત્રા અને સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 15 જૂન થી નિરંતર ઉત્સાહ સાથે ગુજરાતની જનતા નું સમર્થન મળી રહ્યું છે. ગુજરાતની જનતાનું ફ્રી વીજળી આંદોલન માં અભૂતપૂર્વ સમર્થન જોઈને આમ આદમી પાર્ટીનો પરિવર્તન માટેનો વિશ્વાસ વધારે ગાઢ થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે અને લોકો કહી રહ્યા છે કે, ફ્રી વીજળી આપવી એ કેજરીવાલ સિવાય કોઈ ના આપી શકે.

આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે, દિલ્હીમાં છેલ્લા 7 વર્ષથી આમ આદમી પાર્ટીની સરકાર છે અને ત્યાં દિલ્હીની જનતાને 200 યુનિટ મફત વીજળી આપવામાં આવી રહી છે અને પંજાબમાં સરકાર બને ફક્ત 6 મહિના જ થયા છે, છતાંય ત્યાં 300 યુનિટ વીજળી મફત મળશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં 27 વર્ષ સુધી ભાજપ સરકારનું શાસન હોવા છતાં ગુજરાતની જનતાને દેશમાં સૌથી મોંઘી વીજળી આપવામાં આવી રહી છે. દેશના 2 રાજ્યોમાં મફત વીજળી આપી શકાતી હોય તો ગુજરાતમાં કેમ નહીં?

વધુમાં જણાવતા કહ્યું છે કે, ભાજપના લોકો ગુજરાતમાં તેમના શાસનના વખાણ કરતા થાકતા નથી, પરંતુ જ્યારે લોકોને સારી સુવિધા આપવાની વાત આવે છે ત્યારે તેમના મોઢામાંથી એક શબ્દ પણ નીકળતો નથી. ગુજરાત દેશના એવા રાજ્યોમાંનું એક છે કે જેમાં વિપુલ માત્રામાં વીજળીનું ઉત્પાદન થાય છે અને ગુજરાતમાં ઉત્પન્ન થતી વીજળી અન્ય રાજ્યોને આપવામાં આવે છે. અમને સમજાતું નથી કે આ કેવા પ્રકારની સરકાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.