સુપ્રીમ કોર્ટે નિણર્ય બદલ્યો- ઐતિહાસિક રથયાત્રા નું આયોજન થશે

Published on Trishul News at 5:00 PM, Mon, 22 June 2020

Last modified on June 22nd, 2020 at 5:00 PM

ઓડિશાના જગન્નાથ પુરીમાં રથયાત્રા યોજવા માટે દેશની વડી અદાલતે મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટે જગન્નાથપુરીમાં 23મી જૂને યોજાનારી રથયાત્રાને કોરોના મહામારી વચ્ચે પણ મંજૂરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પર અનેક પુનર્વિચાર અરજીઓ દાખલ કરવામાં આવી હતી અને કોર્ટે તેના આદેશ પર રોક લગાવવાની માંગણી કરવામાં આવી હતી. આખરે 6 પુનર્વિચાર અરજીઓ પર સુપ્રીમ કોર્ટે જગન્નાથ પુરીમાં આયોજીત થનારી રથયાત્રાને શરતિ મંજુરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે હાથ ધરેલ સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, કેટલીક શરતો સાથે જગન્નાથ પુરીમાં રથયાત્રા યોજી શકાશે. તો કોર્ટે મંદિર ટ્રસ્ટ તથા સરકારને આ મામલે માઈક્રો મેનેજમેન્ટ કરવાનું પણ સૂચન આપ્યું છે.

કેન્દ્ર સરકારે અરજી કરીને કહ્યું હતું કે, શ્રદ્ધાળુઓને સામેલ કર્યા વગર જ યાત્રા કરી શકાય છે. વધુમાં કોર્ટે કહ્યું કે, મંદિર કમિટિ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કો-ઓર્ડિનેશનમાં યાત્રા કાઢવામાં આવશે, પરંતુ લોકોના સ્વાસ્થ્ય સાથે સમજૂતી ન થવી જોઈએ. સાથે જ કહ્યું કે, પુરી સિવાય ઓરિસ્સામાં બીજે ક્યાંય રથયાત્રા કાઢવામાં નહી આવે.

રથયાત્રા કરોડો લોકોની આસ્થાનો સવાલ

સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, આ કોરોડો લોકોની આસ્થાનો સવાલ છે. ભગવાન જગન્નાથ આવતીકાલે બહાર નહીં આવી શક્યા તો પછી 12 વર્ષ સુધી નહીં નીકળી શકે, કારણ કે રથયાત્રાની આ જ પરંપરા છે. સોલિસિટર જનરલે કહ્યું કે, એક દિવસનું કર્ફ્યૂ લગાવીને યાત્રા કાઢી શકાય છે. ઓરિસ્સા સરકારે પણ તેનું સમર્થન કર્યું છે કે, ઘણી શરતો સાથે રથયાત્રાનું આયોજન થઈ શકે છે. જગતગુરૂઆદિ શંકરાચાર્ય દ્વારા નક્કી કરાયેલ અનુષ્ઠાનોમાં પણ તમામ સેવાભાવીઓ ભાગ લઇ શકે છે જેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને લોકો ટીવી પર લાઇવ ટેલીકાસ્ટ જોઇ શકે છે.

અરજીમાં અપીલ કરવામાં આવી છે કે રથયાત્રાને બદલાયેલા રૂપમાં કાઢવાની મંજૂરી આપવા અંગે વિચારણા કરવામાં આવે. પુરી શહેરને ટોટલ શટડાઉન કરો અને જિલ્લામાં બહારના લોકોની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવીને યાત્રા કરવાનો પ્રસ્તાવ આપ્યો છે.

પરંપરા તોડવી યોગ્ય નથીઃ પુરી પીઠના શંકરાચાર્ય

સ્વામી નિશ્વલાનંદ સરસ્વતીએ સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે કે આ મામલા અંગે ફરી વિચારણા કરવામાં આવે. તેમણે પુરી મઠથી આપેલા એક નિવેદનમાં કહ્યું હતું કે, કોઈની એવી ભાવના હોઈ શકે છે કે જો આવા સંકટમાં રથયાત્રાની મંજૂરી આપવામાં આવે તો ભગવાન જગન્નાથ ક્યારે માફ નહીં કરે, પરંતુ સદીઓ જૂની પરંપરા તોડીશું તો શું ભગવાન માફ કરશે.

માત્ર આ લોકો જ લેશે ભાગ?

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે માત્ર તે લોકો જેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હોય તેમને જ ભગવાન જગન્નાથ મંદિરમાં સ્વયંસેવક તરીકે કામ કરી રહ્યા છે તે આ રથયાત્રાનો ભાગ બની શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Be the first to comment on "સુપ્રીમ કોર્ટે નિણર્ય બદલ્યો- ઐતિહાસિક રથયાત્રા નું આયોજન થશે"

Leave a comment

Your email address will not be published.


*