સમલૈંગિક લગ્નોને માન્યતા આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર- કહ્યું: કોર્ટ કાયદો ન બનાવી શકે, સરકાર આપે કાયદાકીય દરજ્જો

Published on Trishul News at 2:21 PM, Tue, 17 October 2023

Last modified on October 17th, 2023 at 2:57 PM

Supreme Court on same-sex marriage: સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે મંગળવારે સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવાની માંગ કરતી અરજીઓ પર પોતાનો ચુકાદો આપ્યો હતો. બંધારણીય બેંચમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા(CJI) DY ચંદ્રચુડ, જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટ, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ પીએસ નરસિમ્હાનો સમાવેશ થાય છે.

સમલૈંગિક લગ્ન પર ચુકાદો આપતી વખતે, મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે નિર્દેશ આપ્યો કે, કેન્દ્ર સરકાર(Supreme Court on same-sex marriage) દ્વારા એક સમિતિની રચના કરવી જોઈએ, સમિતિ આદેશના આ મુદ્દાઓ પર વિચાર કરશે, જેમાંથી પ્રથમ રાશન કાર્ડમાં સમલૈંગિક યુગલોને પરિવાર તરીકે શામેલ કરવાનો છે.

બીજું, સમલૈંગિક યુગલોને સંયુક્ત બેંક ખાતા માટે નોમિનેટ કરવા સક્ષમ બનાવવું અને ત્રીજું, પેન્શન, ગ્રેચ્યુઈટી વગેરે સંબંધિત અધિકારો પણ સમલૈંગિકોને ઉપલબ્ધ થશે.

પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવો એ કોઈપણ વ્યક્તિનો મૂળભૂત અધિકાર
સમલૈંગિક લગ્ન અંગેનો ચુકાદો આપતા સમયે CJIએ જણાવ્યું છે કે સરકારે સમલૈંગિક લગ્નને કાનૂની દરજ્જો આપવો જોઈએ. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ CJI DY ચંદ્રચુડે કહ્યું છે કે, પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવો એ કોઈપણ વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે. સાથે જ ચુકાદો આપતી વખતે CJIએ કહ્યું છે કે આ કેસમાં ચાર નિર્ણયો છે. કેટલાક સહમત છે અને કેટલાક અસહમત છે. તેમણે કહ્યું કે, કોર્ટ કાયદો ન બનાવી શકે. પરંતુ કાયદાનું અર્થઘટન કરી શકે છે.

34 દેશોમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપવામાં આવી છે
સમલૈંગિક લગ્ન એટલે કે સેમ સેક્સ મેરેજની તરફેણ કરનારાઓ માટે આજનો દિવસ ખુબ મોટો છે. સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવા અંગે સુપ્રીમ કોર્ટ મંગળવારે પોતાનો ચુકાદો આપી દીધો છે. અરજીકર્તાઓએ લગ્નને કાનૂની માન્યતા આપવાની માંગ કરી છે. જોકે વિશ્વના 34 દેશોમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપવામાં આવી છે. તેમાંથી 10 દેશોમાં કોર્ટ દ્વારા નિર્ણય આવ્યો છે. એવા 23 દેશો છે જ્યાં સમલૈંગિક લગ્નને કાયદેસર માનવામાં આવે છે.

કોણ છે અરજદાર?
સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરનારમાં ગે કપલ સુપ્રિય ચક્રવર્તી અને અભય ડાંગ, પાર્થ ફિરોજ મેહરોત્રા અને ઉદય રાજ આનંદના ઉપરાંત ઘણા લોકોઓ પણ આમાં શામેલ છે. 20થી વધારે અરજદારોમાં મોટાભાગના સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવાની માંગ કરી રહ્યા હતા. અરજીઓમાં કહેવામાં આવી રહ્યું છે કે સ્પેશિયલ મેરેજ એક્ટમાં ધાર્મિક અને આંતર જાતીય વિવાહને સંરક્ષણ મળ્યું છે. પરંતુ સમલૈંગિક યુગલોની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.

Leave a comment

Your email address will not be published.


*