સુરત-કડોદરા પાસે નેશનલ હાઇવે ઉપર ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો, આટલા લોકોના મોત

હાલમાં કોરોનાના કારણે લોકડાઉન કરવામાં આવ્યું હતું. જેના કારણે લોકો પોતાના ઘરમાં જ રહેતા હતા પરંતુ અનલોક કરતાની સાથે જ લોકો ઘરની બહાર નીકળતા જોવા…

હાલમાં કોરોનાના કારણે લોકડાઉન કરવામાં આવ્યું હતું. જેના કારણે લોકો પોતાના ઘરમાં જ રહેતા હતા પરંતુ અનલોક કરતાની સાથે જ લોકો ઘરની બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. આવામાં લોકોડાઉન હોવાના કારણે ભલે લોકો ઘરમાં રહીને કંટાળી ગયા હોય પરંતુ ઘણા બધા લોકો અકસ્માતમાંથી બચી ગયા હશે. રાજ્યમાં અનલોક થતાની સાથે જ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સુરતમાંથી સામે આવી છે.

સુરત જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ- મુંબઈ નેશનલ હાઇવે પર અનલૉક થતાની સાથે જ અકસ્માતની સામે આવવાની શરૂ થઈ ગઈ છે. ચેલા ઘણા દિવસોથી અનલૉક હોવા છતાં વાહનવ્યવહારમાં પણ ગોઝારા અકસ્માતનો સિલિસિલો થંભ્યો નથી. ગઈકાલે મોડી રાત્રે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, સુરતના કડોદરામાં નેશનલ હાઇવે પર થયેલા અકસ્માતમાં પૂરપાટે આવતા ટ્રક અને ડમ્પર વચ્ચે ટક્કર લાગી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, ટ્રકના મોરાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઘટનામાં ટ્રક ચાલકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે કલાકો સુધી અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર ટ્રાફિક જોવા મળી હતી.

જોકે, મર્યાદિત વાહનવ્યવહારમાં પણ અકસ્માતો અટકવાનું નામ નથી લેતા ત્યારે આ અકસ્માતમાં જય બજરંગબલી લખેલા ટ્રકનો ચાલક કેબિનમાં જ મૃત્યુ પામ્યો હતો. અકસ્માત બાદ સ્થાનિકોએ નેશનલ હાઇવે ઑથોરિટીને જાણ કરતા ક્રેન અને પોલીસનો કાફલો આવી ગયો હતો. એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચે તે પહેલાં જ ચાલકનું મોત થયું હતું. ચાલકના મૃતદેહને સ્થાનિકોએ બહાર કાઢી અને તેની ઓળખની પ્રક્રિયા હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *