સુરત- આગને કાબુમાં લાવવા તંત્રને જે ખર્ચ થયો, હવે તે ખર્ચ તંત્ર બિલ્ડરો પાસે વસૂલશે

સુરત શહેરના પુણા-સારોલી રોડ પર આવેલા રઘુવીર સિલિયમ માર્કેટમાં અડધી રાતે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ ચોથા માળ પર શોટ સર્કિટને કારણે આગ લાગી હતી. આ…

સુરત શહેરના પુણા-સારોલી રોડ પર આવેલા રઘુવીર સિલિયમ માર્કેટમાં અડધી રાતે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ ચોથા માળ પર શોટ સર્કિટને કારણે આગ લાગી હતી. આ આગ ભયંકર રૂપ ધારણ કરી લેશે આવી કોઈને આશા નહતી.

જોત જોતામાં આગ આખા ચોથા માળ પર ફેલાઇ ગઇ હતી અને ત્યાર બાદ નીચેના ભાગમાં અને ઉપરના ભાગમાં આવેલી માર્કેટની તમામ દુકાનોને આગે ઝપટમાં લઇ લીધી હતી. એક જગ્યાએથી આગ કાબૂમાં આવે ત્યાં ફરી બીજે લાગે છે. પહેલા માળે કાબૂમાં આવેલી આગ ફરી પહેલા માળે લાગી ગઈ હોવાનું સામે આવ્યું છે. એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી અને કામગીરી કરી રહી છે.

રઘુવીર માર્કેટમાં ભયંકર આગ ઘટના બાદ સુરત મ્યુનિસિપલ કમિશનર અને સુડાના ચેરમેન બંછાનિધિ પાનીએ બિલ્ડર અને ડેવલોપર સહિત વેપારીઓ સાથે મીટીંગનું આયોજન કર્યું હતું. આ મીટીંગમાં આગની ઘટના અંગે મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ટાઉન પ્લાનર ડિપાર્ટમેન્ટને તપાસ કરવા આદેશ આપવામાં આવ્યા છે.

તદઉપરાંત સુરતમાં સેફટી ફર્સ્ટ નામનું મિશન શરૂ કરવામાં આવશે. અને ફસાડ અંગે ખાસ રજીસ્ટ્રેશન કરવામાં આવશે. સાથે-સાથે આગને ઓલવવામાં જે ખર્ચ થયો છે તેને બિલ્ડર પાસેથી વસૂલવામાં આવશે. મળતી માહિતી અનુસાર આગને બુજાવવા ચાર કરોડ લીટર પાણીનો વપરાશ કરવામાં આવ્યો હતો. રઘુવીર માર્કેટને સીલ કરી દેવામાં આવશે. ત્યાર બાદ સ્ટેબિલિટી અંગે તપાસ કરાશે. ત્યાર બાદ ઈમારતને ઉપયોગમાં લઇ શકાશે કે નહી તે અંગે આખરી નિર્ણય લેવામાં આવશે.

સુરતના રઘુવીર સેલિયમ માર્કેટમાં લાગેલી આગ પર કાબુ મેળવવા માટે ફાયરની ટિમ પુરેપોરો પ્રયાસ કરી રહી હતી. ફાયર ચીફ ઓફિસરના જણાવ્યા અનુસાર હાલ હિટિંગ થવાના કારણે કુલિંગની કામગીરી યથાવત રાખવામાં આવી છે. એલિવેશનના કારણે આગ પર કાબુ મેળવવામાં ખુબ મુશ્કેલી પડી રહી છે. મળતી માહિતી અનુસાર બિલ્ડર પાસેથી રૂપિયા 80 લાખ થી 1 કરોડ સુધીનો ચાર્જ વસુલવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *