સુરતમાં સૌથી મોટી ઉંમરે બ્રેઇનડેડ થયેલા વૃધ્ધએ અંગદાન કર્યું, અન્ય 2 ને મળ્યું નવજીવન

Published on Trishul News at 12:20 PM, Tue, 29 January 2019

Last modified on January 29th, 2019 at 12:20 PM

પાંચ દિવસ પહેલા ચીકુવાડીના વૃધ્ધની તબિયાત લથડયા બાદ બ્રેઇન ડેડ જાહેર થયા હતા. આ વૃધ્ધનું લિવર અને ચક્ષુ દાન કરીને તેના પરિવારજનોએ ત્રણ વ્યકિતને નવ જીવન અને રોશની આપી માનવતા મહેકાવી છે.

મુળ ભાવનગર જીલ્લાના સિહોર તાલુકાના ગઢુલા ગામના વતની અને હાલમાં ચીકુવાડી ખાતે ગંગા જમના સોસાયટી પાસે શિવપાર્ક સોસાયટીમાં રહેતા ૮૬ વષીૅય અરજણભાઇ હીરાભાઇ વિરાણીને તા.૨૩મી સાવરે ઘરમાં ઉલ્ટી અને શ્વાસની તકલીફ થઇ હતી. તેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

જ્યાં તા ૨૪મીએ તબીબે બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. નિદાન માટે MRI કરાવતા મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. આ અંગે હોસ્પિટટલના તબીબે ડોનટ લાઇફના નિલેશ માંડલેવાલાને જાણ કરતા ડોનેટ લાઇફના સભ્યોએ ત્યાં પહોચીને તેમના પરિવારજનનોને અંગ દાનનું મહત્વ સમજાવ્યું હતું. જથી તેમના પરિવારે તેમના અંગ દાન આપવાની સંમતિ આપી હતી.

બાદમાં અમદાવાદની IKDRC ના ડો. વિકાસ પટેલ અને તેમની ટીમે આવી લિવરનું દાન સ્વીકાર્યું હતું.   જયારે  ચક્ષુ દાન લોક દ્રષ્ટી ચક્ષુ બેન્કના ડૉ. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું હતું. દાનમાં મેળવવામાં આવેલા લિવર ખેડાના દિનેશભાઇ ઇશ્વરભાઇ પટેલ (ઉ.વ.૫૨)માં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. સુરતમાંથી સૌ પ્રથમ વખત સૈાથી મોટી ઉમરના વૃધ્ધએ અંગ દાન કર્યું હતું. તેમના પરિવારે તેમનાઅંગોનુ દાન કરીને  માનવતા મહેકાવવા સાથે સામાજને નવી દિશા બતાવી છે.

Be the first to comment on "સુરતમાં સૌથી મોટી ઉંમરે બ્રેઇનડેડ થયેલા વૃધ્ધએ અંગદાન કર્યું, અન્ય 2 ને મળ્યું નવજીવન"

Leave a comment

Your email address will not be published.


*