મોબાઈલમાં ગેમ રમવા જેવી નજીવી બાબતે ઉશ્કેરાઈને દીકરાએ જ કરી પિતાની નિર્મમ હત્યા

હત્યાના બનાવોમાં દિન-પ્રતિદિન સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે રાજ્યમાં ગુનાખોરીના કેન્દ્ર સમાન સુરત શહેરમાંથી આવી જ અન્ય એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા…

હત્યાના બનાવોમાં દિન-પ્રતિદિન સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે રાજ્યમાં ગુનાખોરીના કેન્દ્ર સમાન સુરત શહેરમાંથી આવી જ અન્ય એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. આજના યુવાનોમાં મોબાઇલ જાણે એક લત  થઈ ગઈ એવી હોય એવી ઘટના સામે આવી છે. શહેરના હજીરા વિસ્તારમાં હત્યાની સનસનાટી ભરી ઘટના સામે આવી છે.

આ બનાવમાં મોબાઈલમાં ગેમ રમવા બાબતે દીકરાને ઠપકો આપતા સગીર દીકરાએ પિતાની હત્યા કરી હતી. પિતાની હત્યા કર્યા પછી સગીરે પિતાનું બાથરૂમમાં પડવાથી મોત નીપજ્યું હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું. જો કે, પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સગીરનો પર્દાફાસ થયો હતો. આ મામલે પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરીને હત્યારા સગીર પુત્રની અટકાયત કરવામાં આવી છે.

શહેરના હજીરા વિસ્તારમાં હત્યાની એક ગંભીર ઘટના સામે આવી છે કે, જેમાં સગીર દીકરાએ જ પોતાના પિતાનું ગળું દબાવીને હત્યા કરી હતી. આ હત્યા ફક્ત એક મોબાઈલને લીધે કરવામાં આવી છે. શરુઆતમાં આ હત્યાને અકસ્માતની ઘટનામાં ખપાવવાનો પ્રયત્ન થયો હતો પણ પોલીસે સાચી હકીકત સામે લાવી છે.

સમગ્ર ઘટનાની વિગતે વાત કરવામાં આવે તો 40 વર્ષનાં અર્જુન સરકારને મંગળવારની રાત્રે નવી સિવિલ હોસ્પિટલમાં મૃત અવસ્થામાં લાવવામાં આવ્યો હતો. આ યુવાન 6 દિવસ અગાઉ બાથસ્મમાં પડી જતાં ઇજા થઈ હોવાની હીસ્ટ્રી તેના 17 વષીય સગીર પુત્ર તેમજ પરિવારે જણાવી હતી.

નવી સિવિલ હોસ્પિટલમાં આ મામલે ઇચ્છાપોર પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને આ કેસ શંકાસ્પદ લાગતા અધિકારીને જાણ કરાઈ હતી. ત્યારપછી ઇન્સ્પેક્ટર એન. એ. દેસાઇ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવતાં મામલો અકસ્માતનો નહીં પણ હત્યાનો હોવાનું જાણવા મળ્યું હતું.

40 વર્ષીય શખ્સની હત્યા ગળું દબાવીને કરવામાં આવી હતી. જો કે, યુવકની હત્યાનું કારણ તેનાથી ચોકનાવનારું હતું. આ યુવાનની હત્યા તેના જ 17 વર્ષના સગીર દીકરાએ કરી હોવાનું પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું. મોબાઈલમાં ગેમ રમવાની લતે ચઢી ગયેલા સગીર પુત્ર પાસેથી પિતાએ મોબાઇલ લઇ લીધો હતો.

જેને લઇ ઝઘડો થતાં સગીરે પિતા ઉપર હુમલો કરીને એની હત્યા કરી હતી. પોલીસનાં જણાવ્યા મુજબ આરોપીએ માતાને પણ ગેરમાર્ગે દોરી હતી. મંગળવારની સાંજે પિતાની સાથે મોબાઇલમાં ગેમ રમવા બાબતે ઝઘડો થતાં દીકરાએ પિતાનું ગળું દબાવી દીધું હતું.

ત્યારપછી માતાને પણ સાચી હકીકત જણાવી ન હતી. જો કે, પતિની હત્યા પુત્રએ કરી હોવાનું સામે આવતાં માતા પોતે ફરિયાદી બની હતી. પોસ્ટ મોર્ટમમાં હત્યાનો ખુલાસો થતાં ઇન્સ્પેક્ટર એન. એ. દેસાઇએ હત્યાનો ગુનો નોંધ્યો હતો. આરોપી સગીર હોઇ તેને ડિટેઇન કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ વધારે એક સગીરમાં વધતા જઈ રહેલ મોબાઇલના એડિકશન અંગે પ્રકાશ પાડ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *