સુરતમાં પૈસા બાબતે પત્નીના મેણાંટોણાં સાંભળી પતિ ATM લુંટવા પહોંચ્યો, પણ થયું એવું કે… જુઓ વિડીયો 

આજકાલ વધતી ચોરીની ઘટનામાં ફરીવાર સુરતમાં એક યુવકે ATM તોડવાનો પ્રયાસ કર્યો હતો. શહેરના મહિધરપુરા વિસ્તારમાં આવેલી એચડીએફસી બેંકના એટીએમની દિલ્હીગેટ ચારરસ્તા ખાતેનાં ATM સેન્ટરમાં…

આજકાલ વધતી ચોરીની ઘટનામાં ફરીવાર સુરતમાં એક યુવકે ATM તોડવાનો પ્રયાસ કર્યો હતો. શહેરના મહિધરપુરા વિસ્તારમાં આવેલી એચડીએફસી બેંકના એટીએમની દિલ્હીગેટ ચારરસ્તા ખાતેનાં ATM સેન્ટરમાં યુવક લોખંડનો સળિયો લઇ ઘૂસી ગયો હતો અને મશીન તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એલર્ટ મેસેજ મળતા પોલીસ ATM સેન્ટર પર દોડી ગઈ હતી.

આ દરમિયાન યુવકને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. આ યુવક કર્મકાંડી બ્રાહ્મણ હતો અને તેને આર્થિક તંગી સર્જાતા પત્નીએ કહ્યુ હતુ કે, ‘પૈસા લીધા વગર ઘરે ન આવતો’ આ સ્થિતિમાં મંત્રોચ્ચાર કરતો બ્રાહ્મણ હથિયાર ઉપાડી અને એટીએમ તોડવા માટે પહોંચી ગયો હતો.

સુરતનાં મહિધરપુરામાં રહેતા એક યુવક દ્વારા એવું કારસ્તાન કરવામાં આવ્યું છે કે, તેને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. અડાજણમાં હનીપાર્ક રોડ પર માધવ પાર્કમાં રહેતા ગ્યાનદત્ત મિશ્રા સેફક્યોર સર્વિસીસ પ્રા. લિ. કંપનીમાં એરિયા મેનેજર છે. કંપનીની હેડ ઓફિસ મુંબઈ આવેલી છે.

જાણવા મળ્યું છે કે, સુરતમાં એચડીએફસી બેંકના તમામ એટીએમની જાળવણી અને સુરક્ષાનો કોન્ટ્રાક્ટ તેમની કંપની પાસે છે. આ દરમિયાન, ગયા શનિવારે મધરાત્રે 1 વાગ્યે મુંબઇ આવેલ હેડ ઓફિસથી કોલ આવ્યો કે, એટીએમમાં કોઇક યુવક લોખંડનો સળિયો લઇ ઘૂસી ગયો છે.

મશીન તોડવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાના એલર્ટ મેસેજમાં સીસીટીવી કેમેરામાં એક યુવક દેખાય પણ છે. જેથી જે-તે આઇડીવાળા એટીએમની તપાસ કરતા દિલ્હીગેટ ચારરસ્તા ખાતે શોપિંગ સેન્ટરની બાજુમાં આવેલા એટીએમમાં કોઇક ઘૂસી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

જેથી મહિધરપુરા પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તાત્કાલિક એટીએમ પર જઇને બહાર મોપેડ પાર્ક કરી એટીએમ તોડવા ઘૂસેલા યુવકને પકડી પાડવામાં આવ્યો હતો. જાણવા મળ્યું છે કે, યુવકે એટીએમનું અપર ફેસીયા, હુડ લોક, પીસેન્ટર મોડ્યુલ મળી 94,500નું નુકસાન કર્યુ હતું.

મહિધરપુરા પોલીસ દ્વારા ગુનો નોંધી પાર્થ ભીખાભાઇ રાવળને અટકાયતમાં લઇ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર પાર્થ કર્મકાંડી બ્રાહ્મણ છે અને તેના પિતા ટિફિન સર્વિસનું કામ કરે છે. તેમજ પાર્થની પત્ની થોડા દિવસો પહેલાં પૈસા કમાવા બાબતે ઝઘડો કરીને પિયર રહેવા ચાલી ગઇ હતી. જાણવા મળ્યું છે કે, પત્નીના ટોણાંથી પાર્થને લાગી આવ્યું હતું જેથી તેને એટીએમ તોડી મોટી કેશ ચોરીનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ, તેમાં તે નિષ્ફળ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *