સુરતમાં ખુજલી પાઉડર નાખી વેપારીને લૂંટી ગયા- અહીં જુઓ લૂંટની વારદાત CCTVમાં લાઈવ

સુરત શહેરમાં વધુ એક લૂંટ નો બનાવ બન્યો છે. મહિધરપુરા વિસ્તારના ભવાની વડ વિસ્તારમાં વેપારી પર ખુજલી પાઉડર નાખી બે લૂંટારુંઓએ ચાર લાખ ની રકમ…

સુરત શહેરમાં વધુ એક લૂંટ નો બનાવ બન્યો છે. મહિધરપુરા વિસ્તારના ભવાની વડ વિસ્તારમાં વેપારી પર ખુજલી પાઉડર નાખી બે લૂંટારુંઓએ ચાર લાખ ની રકમ સહિત વેપારીની મોપેડ પણ લૂંટારું લૂંટીને ભાગી ગયા હોવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં લૂંટની સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ જવા પામી છે.

મહિધરપુરા વિસ્તારમાં લેસ અને દુપટ્ટા નો વેપારી પોતાના રૂપિયા આંગડિયા પેઢી માં આવેલા હોઈ તેથી તે આર કે આંગડિયા પેઢી માંથી સાંજ ના સમયે લઈ બહાર નીકળ્યો હતો. ત્યારે જ આંગડિયા નજીક કેટલાક ઈસમો એ તેની પર ખરજવું નાખી દીધું હતું. વેપારી પોતાના શરીર પર ખુજલી કરી રહ્યો હતો. ત્યારે ત્યાં અચાનક બે ઈસમો આવી તેની મદદરૂપ બની તેમને કહ્યું કે, તમારા શરીર પર તો કીડા ચાલી રહ્યાં છે. આવું જ કહેતા વેપારી ગભરાઈ નજીક માં આવેલી દુકાન પર એક ઇસમ પાણી થી સાફ કરવાના બહાને લઈ ગયો અને ત્યાર બાદ બીજો ઇસમ વેપારી ની આખી મોપેડ અને મોપેડ માં મુકેલા રોકડ રકમ 4 લાખ રૂપિયા લઈ ફરાર થઈ ગયો હતો. બીજી બાજુ મદદે આવેલો યુવક પણ ત્યાંથી ગાયબ થઈ ગયો હતો અને આમ વેપારી પર ખરજવું નાખી 4 લાખ ની રોકડ રકમ સહિત વેપારી ની મોપેડ લઈ લૂંટારું ઓ ફરાર થઈ ગયા હતા. ઘટના ની જાણ પોલીસ ને આપતા મહિધરપુરા પોલીસ સહિત ડી.સી.પી અને ક્રાઇમબ્રાન્ચ નો કાફલો ઘટના સ્થળે પોહચી ત્યાં લાગેલા સીસીટીવી તપાસી લોકો ના નિવેદન લઈ લૂંટારું ને પકડવા ના ચક્રો ગતિમાન કરી દીધાં છે.

https://youtu.be/k3MRL5LIKNc

આમ દિવાળીના દિવસોમાં હીરા બજાર અને આંગડિયા પેઠી ઓ આવેલી છે ત્યાંજ લૂંટારું ઓ એ દિવાળી બાદ ઘટના ને અંજામ આપતા હીરા વેપારી ઓ અને આંગડિયા પેઠી ના માલિકો માં પણ એક ભય નો માહોલ ઉભો થયો છે. જે રીતે મોડી સાંજે લૂંટારું એ ઘટના ને અંજામ આપ્યો છે તો લાગી રહ્યું છે કે હવે સુરતમાં દિવસે ને દિવસે લૂંટારું લૂંટની ઘટના ને અંજામ આપી પોલીસ ને પડકાર આપી રહ્યા હોઈ તેવું લાગી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *