ઈમાનદાર & શિક્ષિત પાર્ટીના ટોળા: ઇસુદાન અને ગોપાલે માસ્ક બાબતે ભાજપ પર બરાડા નાખ્યા’તા હવે ભૂલી ગયા

Published on: 3:56 pm, Wed, 16 June 21

ભાજપના નેતાઓ જ્યારે કોરોના મહામારી દરમ્યાન રેલીઓ કાઢતા હતા, ત્યારે પૂર્વ પત્રકાર રહી ચૂકેલા ઈશુદાન ગઢવી પોતાના મહામંથન કાર્યક્રમ માં બહુ ગાજતા હતા. પરંતુ હવે હવે નેતા બની ગયા બાદ પોતે જ નિયમોને નેવે મૂકીને ભીડ ભેગી કરી રહ્યા છે. અને કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા છે.

આટલું જ નહીં પોતાને શિક્ષિત પાર્ટીના પ્રમુખ ગણાવતા ગોપાલ ઇટાલીયા એ પણ આ કારસ્તાન માં ભાગીદારી નોંધાવી છે. મોટી સંખ્યામાં આપણા કાર્યકર્તાઓની ભીડ ભેગી કરીને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ હવે ભાજપની માફક કોરોના ની આગામી લહેરને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે.

isudan gadhvi and gopal italia aap surat gujarat » Trishul News Gujarati Breaking News ભાજપ

આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ ઈશુદાન ગઢવી આજે સુરતની મુલાકાતે છે. અને ઠેર ઠેર તેમનું સ્વાગત યોજાઈ રહ્યું છે. અને હજુ મોડી સાંજ સુધી તેમના કાર્યક્રમો સુરત જિલ્લામાં ગોઠવાય ગયા છે, ત્યારે હજુ પણ આવી તસવીરો સામે આવી શકે છે.

ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલીયાની ભેગી કરેલી ભીડને પોલીસ પણ મુકદર્શક બનીને જોઇ રહી છે. સુરતમાં 27 કોર્પોરેટર ચૂંટાઈ આવ્યા બાદ વરાછા અને કતારગામ વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું જોર વધ્યું છે. કારણ કે તેઓએ પોતાને શિક્ષિત અને ઈમાનદાર પાર્ટી ગણાવી હતી, પરંતુ હવે આ જ શિક્ષિત અને ઈમાનદાર પાર્ટીના નેતાઓ જ નિયમોને નેવે મૂકીને જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.