સુરત :રાંદેરમાં બે દિવસ અગાઉ થયેલ હત્યાના આરોપીઓ પકડાયા ,થયો ચોકાવનારો ખુલાસો

સુરતના રાંદેર વિસ્તારમાં બે દિવસ અગાઉ મળસ્કેના પાંચ વાગ્યાના અરસામાં યુવકને આંતરિક કરપીણ હત્યા કરનાર વધુ પાંચ આરોપીઓની પોલીસે ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી…

સુરતના રાંદેર વિસ્તારમાં બે દિવસ અગાઉ મળસ્કેના પાંચ વાગ્યાના અરસામાં યુવકને આંતરિક કરપીણ હત્યા કરનાર વધુ પાંચ આરોપીઓની પોલીસે ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે. મિત્રે જ બોલાવી આ ખૂની ખેલ ખેલ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવી રહ્યું છે જોકે આ ઘટના ની અંદર મુખ્ય આરોપી હજી પણ ફરાર છે યુવકની હત્યા એમડી ડ્રગ્સ મામલે થઇ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે જોકે પોલીસ આ મામલે કોઇ ફોડ પાડવા તૈયાર નથી.

પકડાયેલ આરોપીઓ :

મોહમદ તુફેલ,જહાંગીરખાન ઉર્ફે અપ્પુ,સલમાન ઉર્ફે ગાંધી,ફરહાદ ગલિયારા,રસીદ ખાન,અલ્લાહરખા ઉર્ફે લાલા, સાહિલ,સમસેર મોહમ્મદ, ઈસ્માઈલ.

સુરતના રાંદેર વિસ્તારમાં રહેતો આરીફ નામનો યુવક લગ્ન પ્રસંગ પતાવી મળસ્કેના  પાંચ વાગ્યાના અરસામાં મોટર સાયકલ પર પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. રાંદેર – કોઝવે રોડ પરથી પોતાના ઘરે પરત ફરી રહેલા આરીફ ને કેટલાક અજાણ્યા ઇસમો દ્વારા આંતરી ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. ઘટના બનતાંની સાથે પોલીસે આ મામલે તપાસનો દોર શરૂ કર્યો હતો જ્યાં પોલીસે હત્યાની આ ઘટનામાં અગાઉ ચાર  આરોપીઓની ધરપકડ કરી હતી.

પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે આરીફ ની હત્યા તેના નજીકના અને સંબંધિત દ્વારા જ કરવામાં આવી છે એટલું જ નહીં પરંતુ પોલીસે હત્યાના ઘટના સ્થળથી નજીક લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા આશરે ૯ જેટલા આરોપીઓ થયા હતા જે ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી હતી. ફૂટેજ ના આઘારે રાંદેર પોલીસ દ્વારા 5 આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જ્યારે મળતી માહિતી અનુસાર હત્યાની આ ઘટનામાં ફરાર મુખ્ય આરોપી ની ડીંડોલી પોલીસે ધરપકડ કરી કબજો રાંદેર પોલીસને સોંપ્યો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આરીફ ની હત્યા md ડ્રગ્સનો કારોબાર અંગે કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આરોપીઓ અને આરીફ વચ્ચે એમડી ડ્રગ્સ મામલે વિવાદ ચાલી આવ્યો હતો.જે વિવાદનો કરૂણ અંજામ આવ્યો હતો. જોકે આ મામલે પોલીસ હાલ હત્યાનું કારણ અંગત અદાવત અને ઝઘડાનું કારણ બતાવી રહી છે. પરંતુ રાંદેર વિસ્તારમાં md ડ્રગ્સનો કારોબાર ને લઈને ડ્રગ્સ માફિયાઓ ફાટીને ધુમાડે ગયા હોય તે આ ઘટના પરથી ફલિત થઇ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *