ભુજ બાદ સુરતમાં યુવતીના કપડાં ઉતારી કર્યા ટેસ્ટ, અંગત સવાલો પૂછતાં સર્જાયો વિવાદ- જાણો વિગતે

Surat after Bhuj unveiled all women clothes, test created

ગુજરાતની મહિલા અસ્મિતાને લાંછન લગાડતાં એક બાદ એક ઘટનઓ સામે આવી રહી છે. માસિક ધર્મ ચેક કરવા માટે યુવતીઓના કપડા ઉંચા કર્યાનો ભૂજની ઈન્સ્ટિટ્યૂટનો વિવાદ હજી શમ્યો નથી, ત્યાં હવે સુરતનો વિવાદ સામે આવ્યો છે. સુરતમાં મહિલાઓના ફિઝિકલ ટેસ્ટને લઈને મોટો વિવાદ ઉભો થયો છે. સુરત મહાનગર પાલિકાની સ્મીમેર હોસ્પિટલની પ્રકિયા પર વિવાદ થયો છે.

ગુજરાતમાં આવેલ સુરતમાં વધુ એક શરમજનક ઘટના બની છે. સુરતની સ્મીમેર હોસ્પિટલમાં હંગામી મહિલા કર્મચારીઓને કાયમી કરવા માટે લેવાતી ટેસ્ટમાં મહિલાઓને નિર્વસ્ત્ર કરવામાં આવી હતી. આ મામલે મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે. સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. મહિલાઓને કાયમી કરવા લેવાતી ટેસ્ટમાં વિવાદ સર્જાયો છે. મહિલા કર્મચારીઓને કાયમી કરવાની પ્રક્રિયા સામે પણ સવાલ ઉઠી રહ્યા છે.

હંગામી મહિલાકર્મીઓને કાયમી કરવા ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવે છે. 10 જેટલી મહિલાકર્મીઓને નિર્વસ્ત્ર કરી ફિઝિકલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. એટલુ જ નહિ, મહિલાઓ પાસેથી કેટલીક ગુપ્ત માહિતી પણ માંગવામા આવી હતી. કેટલીક મહિલાઓ તો રડી પણ પડી હતી. આમ, મહિલાઓના ફીટનેસ ટેસ્ટના નામે મહિલાઓના કપડા ઉતારવામાં આવ્યા હતા.

આ ઘટના સામે આવતાં જ હોસ્પિટલ જગતમાં ચકચાર મચી જવા પામી હતી. તો આ મામલે તાત્કાલિક કર્મચારી યુનિયન એક્શનમાં આવી ગયું હતું. અને કર્મચારી યુનિયન દ્ગારા મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદના આધારે મ્યુનિસિપલ કમિશનરે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. અને ફીટનેસ ટેસ્ટ લેવામાં આવ્યો તે કેટલો યોગ્ય છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આપણા શાસ્ત્રોમાં લખાયેલું છે કે, જ્યાં મહિલાઓ પૂજાય છે ત્યાં દેવતાઓનો વાસ સદાય રહે છે. ત્યારે આવા સમાજમાં ક્યાં સુધી મહિલાઓને અપમાનિત થવુ પડશે. હજી થોડા દિવસ પહેલા જ ભૂજની સહજાનંગ ઈન્સ્ટિટ્યૂટમાં માસિક ધર્મ ચકાસવાના નામે યુવતીઓના કપડા ઉતારાયા હતા. આ ઘટનાને પગલે દિલ્હીથી મહિલા આયોગની ટીમ દોડતી થઈ હતી. ત્યારે સુરતની આ ઘટના સામે તંત્ર દ્વારા શું પગલા લેવાય છે તે જ હવે જોવાનું રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: