સુરત વધુ એક વાર શર્મસાર: 24 વર્ષીય નરાધમે વોચમેનની નાની દીકરી સાથે કર્યું પાશવી દુષ્કર્મ

આજકાલ જાણે યુવતીઓથી લઈને નાની બાળકીઓ એક પણ જગ્યાએ સુરક્ષિત નથી. એવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં હવસખોરો નાની નાની બાળકી સાથે પણ…

આજકાલ જાણે યુવતીઓથી લઈને નાની બાળકીઓ એક પણ જગ્યાએ સુરક્ષિત નથી. એવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં હવસખોરો નાની નાની બાળકી સાથે પણ શારીરિક અડપલા કરે છે અને દુષ્કર્મ પણ આચરે છે. જેથી યુવતીઓ તેમજ બાળકીઓ બહાર નીકળતા પણ ડરે છે. આ દરમિયાન સુરતમાંથી એવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

સુરતમાં હવે બાળકીઓ પણ સુરક્ષિત નથી એવું લાગી રહ્યું છે. જાણવા મળ્યું છે કે, સુરતના અમરોલી વિસ્તારમાં 6 વર્ષની માસુમ બાળકી સાથે 24 વર્ષીય હવસખોરે દુષ્કર્મ આચર્યું છે. 24 વર્ષીય આ નરાધમનું નામ ઈશોર ઢાકલ હોવાનું સામે આવ્યું છે.

ઈશોરે એકલતાનો લાભ લઈને બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. મળતી માહિતી મુજબ, ઈશોર ગોપાલ હોટલમાં રસોયા તરીકે કામ કરતો હતો. આ અંગે પોલીસને જાણ થતા અમરોલી પોલીસ દ્વારા તાત્કાલિક નરાધમની ધરપકડ કરવામાં આવી છે અને વધુ શોધખોળ શરૂ કરવામાં આવી છે.

આ બાબતે ત્રિશુલ ન્યુઝની વાતચીતમાં ડીસીપી પન્ના મોમાયા એ જણાવ્યું કે, અમરોલી પોલિસ સ્ટેશન વિસ્તારમાં વોચમેનની દીકરી સાથે પરિચિત યુવાને જ તક જોઇને દુષ્કર્મ ગુજાર્યું છે અને તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દીકરીના માતા કામ થી બહાર ગયેલ ત્યારે દુષ્કર્મ આચર્યું હતું.

આ ઉપરાંત આજે જ એવો બીજો કિસ્સો સામે આવ્યો છે જેમાં 2 વર્ષની બાળકી પર 35 વર્ષના નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. આ આરોપી સુતેલી બાળકીને ઉપાડી ગયો હતો અને 100 કિમી દુર લઇ ગયો હતો અને દુષ્કર્મ આચરી એક શાળાનાં બાથરૂમમાં તડપતી મૂકી દીધી હતી. આ બાળકીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *