ગુજરાત: પુરપાટ ઝડપે જઈ રહેલ 30 મુસાફરોથી ભરેલ ખાનગી બસ પલટી મારી જતાં આટલા લોકો…

Published on: 10:40 am, Sat, 28 November 20

સમગ્ર દેશમાં કોરોના મહામારી સતત ફેલાઈ રહી છે. આવા સમયમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. મોટાભાગનાં અકસ્માત તો માર્ગ પર જ સર્જાતાં હોય છે. કેટલાંક લોકોને પોતાનો સ્વજનો ગુમાવવાનો વારો આવતો હોય છે.

હાલમાં પણ આવી જ એક માર્ગ અકસ્માતની ઘટના ગુજરાતમાં આવેલ સુરત શહેર નજીકથી સામે આવી રહી છે.  સુરતમાં આવેલ બારડોલી -પલસાણાની વચ્ચે વહેલી સવારમાં ડ્રાઇવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા બ્રીજ પાસે ખાનગી લકઝરી બસ પલટી મારી જતાં લગબગ 30 જેટલા મુસાફરોને સામાન્ય ઇજા પહોંચી છે.

જ્યારે બસનો ડ્રાઇવર આ અકસ્માત સર્જયા પછી ફરાર થઇ ગયો હતો. મળેલ જાણકારી પ્રમાણે ખાનગી બસ ભૂંસાવલથી અમદાવાદ તરફ જઇ રહી હતી ત્યારે સુરતના બારડોલી-પલસાણા હાઇવે પર બ્રીજ પાસે પલટી મારી જતાં બસમાં સવાર કુલ 30થી પણ વધારે મુસાફરોને સામાન્ય ઇજા પહોંચી છે.

બારડોલી-પલસાણા હાઇવે પર બ્રિજ નજીક ડ્રાઇવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. જો કે, આ અકસ્માત સર્જ્યા પછી ડ્રાઇવર બસ મુકીને ભાગી ગયો હતો. અકસ્માતની ઘટનાની જાણ થતાંની સાથે જ બારડોલી પોલીસ તથા ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. અકસ્માતની ઘટના પછી એમ્યુલન્સ પહોંચતા ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle