ગુજરાતમાં સલામતીનો દાવો પોકળ: સુરતમાં ભાજપના ધારાસભ્યો પણ નથી સુરક્ષિત, વાંચો વધુ

Published on Trishul News at 6:47 AM, Mon, 15 April 2019

Last modified on April 15th, 2019 at 6:47 AM

લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા સલામતી મુદ્દો રંગેચંગે ઉઠાવવામાં આવી રહ્યો છે, પરંતુ તો સુરતમાં છેલ્લા ૪૮ કલાકમાં બનેલી ઘટનાને જોતા ગુજરાતમાં લોકો સુરક્ષિત છે, તે દાવાની પોલ ખુલી ગઈ છે. વાસ્તવમાં ભાજપના કામરેજ વિધાનસભાના ધારાસભ્ય ને એક લબરમૂછિયા છે. જાહેરમાં મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ ધારાસભ્ય દ્વારા નોંધાવવામાં આવી છે. આ સાથે ધમકી આપનાર યુવાનોને ધરપકડ કરવામાં આવી છે.

સુરત કામરેજ વિધાનસભાના ધારાસભ્ય વી ડી ઝાલાવડીયા તેમની ફોરચુનર ગાડી માં પ્રચાર માટે કેટલીક સોસાયટીઓમાં ફરી રહ્યા હતા, ત્યારે પુણા વિસ્તારમાં આવેલા શ્યામસુંદર એપારમેન્ટ નજીકના રોડ પર એક યુવકને બાઈક બંધ પડી હતી. આ બાઈક ધારાસભ્યની ગાડીની આગળ જ બંધ પડતાં થોડી જ ક્ષણોમાં ટ્રાફિકજામ થઇ ગયો હતો. જેને લઈને ધારાસભ્યના ડ્રાઈવર ભરત દુધાગરા એ યુવકને બાઈક સાઈડ માં લેવાનું કહ્યું હતું. જેથી બાઈક ચાલક ઉશ્કેરાઇ ગયો હતો અને ગાડીમાંથી ઉતરીને ધારાસભ્ય સાથે જાહેર રસ્તા પર ઉદ્ધત વર્તન કરીને ધમકી આપી હતી. આ મામલો પોલીસ મથક સુધી પહોંચી ગયો હતો.

પુણા પોલીસ મથકના કેમ્પસમાં ફરી એકવાર આ યુવક દ્વારા ધારાસભ્યને ધમકી આપવાની સાથે ઉદ્ધત વર્તન કર્યું હતું. જેથી પોલીસ મથકે ધારાસભ્યના ડ્રાઈવરે ફરિયાદ આપીને મારી નાખવાની ધમકી આપવાની સહિતની ફરિયાદ આપી છે.

બીજી ઘટના જોઈએ તો, આજે સવારે ઓલપાડ વિધાનસભા ના ધારાસભ્ય મુકેશ પટેલ વોકિંગ માટે જહાંગીરપુરા વિસ્તારમાં ચાલીને જઇ રહ્યા હતા. મુકેશ પટેલ પોતાના ફોનમાં આવ્યા જતા હતા તે દરમ્યાન એકટીવા ચાલક અને તેમાં પાછળ સવાર બે વ્યક્તિઓએ મુકેશભાઈ નો ફોન ઝૂંટવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આજુબાજુના લોકોએ આ ટોળકીને પકડી પાડી અને જહાંગીરપુરા પોલીસ મથકના હવાલે કર્યા છે. આ દરમિયાન ઝપાઝપીમાં ધારાસભ્ય અને પગમાં સામાન્ય ઈજા થયેલી હોવાનું પણ બહાર આવ્યું છે.

આમ સબ-સલામત ની વાત કરતા ભાજપ શાસકોને જ આવી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય તો ખરેખર વિચારવું જ રહ્યું. નેતાજી, જનતા સબ જાનતી હૈ…

Be the first to comment on "ગુજરાતમાં સલામતીનો દાવો પોકળ: સુરતમાં ભાજપના ધારાસભ્યો પણ નથી સુરક્ષિત, વાંચો વધુ"

Leave a comment

Your email address will not be published.


*