સુરત ના મેયર બાદ સાંસદ પણ માસ્ક વગર બુદ્ધિનું પ્રદર્શન કરતા નજરે ચડ્યા, કોણ કરશે સજા?

સમગ્ર દેશમાં તો કોરોનાના કેસમાં વધારો નોંધાઈ જ રહ્યો છે પણ સાથે સાથે જ રાજ્યના સુરત શહેરમાં પણ કોરોનાની પરિસ્થિતિ સતત વણસતી જાય છે. અહીં…

સમગ્ર દેશમાં તો કોરોનાના કેસમાં વધારો નોંધાઈ જ રહ્યો છે પણ સાથે સાથે જ રાજ્યના સુરત શહેરમાં પણ કોરોનાની પરિસ્થિતિ સતત વણસતી જાય છે. અહીં દરરોજ અસંખ્ય નવા કેસ સામે આવી રહ્યા છે. રવિવાર હોવાં છતાં પણ કુલ 775 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા.

આ દરમિયાન સુરતના સાંસદ દર્શનાબેન જરદોશની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં સાંસદ હોળી પૂજા દરમિયાન માસ્ક વિના દેખાઈ રહ્યા છે. આની સાથે-સાથે જ સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવામાં આવી રહ્યું નથી.

એક બાજુ તંત્ર દ્વારા હોળી તથા ધુળેટીની ઉજવણી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે ત્યારે લોકોના પ્રતિનિધિઓ જ નિયમોનો ભંગ કરતા દેખાઈ રહ્યાં છે. તસવીરો વાયરલ થતાની સાથે જ સુરતીલાલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જયારે બીજી બાજુ તંત્ર સામાન્ય લોકો પર નિયમોનો કોરડો વીંઝી રહ્યું છે ત્યારે નેતાઓને સામે કોઈ જ પગલાં લેવામાં આવી રહ્યા નથી.

તંત્રની બેવડી નીતિ:
અહીં નોંધનીય છે કે, આ વખતે હોળી-ધુળેટીના તહેવાર પર સરકાર દ્વારા પાબંધી લગાવી દેવામાં આવી છે. જેમાં જાહેર કાર્યક્રમો પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આની ઉપરાંત હોળી દહનની પણ નિયમોને આધિન છૂટછાટ આપી દેવામાં આવી હતી.

ધુળેટીના કાર્યક્રમો પર પણ સરકાર દ્વારા પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. બીજી બાજુ કેટલીક જગ્યાએ નેતાઓ નિયમો તોડતા જોવા મળી રહ્યા છે. આ જ સમયે હવે સાંસદ દર્શનાબેનની તસવીરો વાયરલ થતાની સાથે જ લોકોમાં રોષ જોવા મળ્યો છે. તંત્ર સામાન્ય લોકો નિયમનો ભંગ કરે તો મોટા દંડ પકડાવી દેતાં હોય છે, જ્યારે નેતાઓ નિયમનો ભંગ કરે તો આંખ આડા કાન કરી લે છે.

મેયરના ઘર બહાર બોર્ડ કેમ નહીં?:
2 દિવસ અગાઉ સુરતના મેયર હેમાલીબેન બોઘાવાલાનો પણ કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં તેઓને હોમ ક્વૉરિન્ટીન કરવામાં આવ્યા છે. જો કે, તેમના ઘરની બહાર તંત્ર તરફથી કોઈ જ બોર્ડ લગાવાયુ નથી. સામાન્ય લોકો કોરોના પોઝિટિવ થાય તો તેમના ઘરની બહાર તંત્ર તરફથી બોર્ડ લગાવવામાં આવતાં હોય છે.

જ્યારે મેયરના ઘરની બહાર આવું કોઈ જ બોર્ડ ન જોવા મળતાં તંત્રની બેવડી નીતિ સામે આવી રહી છે. જો કે, હાઇકોર્ટના આદેશ મુજબ કોરોના પોઝિટિવ દર્દીઓના ઘરની બહાર આવું બોર્ડ લગાવી શકાય નહીં પણ તંત્ર હાઇકોર્ટના આદેશને અવગણીને આવા બોર્ડ લગાવી રહ્યું છે.

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?:
રવિવારનાં રોજ શહેરમાં સેન્ટ્રલ ઝોનમાં 56, વરાછા A ઝોનમાં 58, વરાછા B માં 77 , રાંદેર ઝોન 103, કતારગામ ઝોનમાં 73, લીંબાયત ઝોનમાં 80, ઉધના ઝોનમાં 72 અને અઠવા ઝોનમાં 112 કેસ નોંધાઈ ચુક્યા છે. જિલ્લામાં ચોર્યાસીમાં 41, ઓલપાડ 11, કામરેજ 44, પલસાણા 23, બારડોલી 26, મહુવા 06, માંડવી 03, અને માંગરોળ 10 કેસ નોંધાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *