સુરતમાં બે ભાઈઓ વચ્ચે ઝગડો થતાં દિયરે ભાભીને કમર અને હાથમાં ચપ્પુના ઘા ઝીક્યા અને… 

હાલમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પરિવારમાં જમવા માટે બે ભાઈ વચ્ચે થયેલા ઝઘડામાં નાના ભાઈએ મોટા ભાઈ અને ભાભી પાછળ…

હાલમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પરિવારમાં જમવા માટે બે ભાઈ વચ્ચે થયેલા ઝઘડામાં નાના ભાઈએ મોટા ભાઈ અને ભાભી પાછળ ચપ્પુ લઇને દોડી ભાભીને ચપ્પુ મારતા ભાભીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

સતત ગુનાખોરી વધી રહી છે તેમાં પણ સામાન્ય બાબતે ચપ્પુ મારવાની ઘણી ઘટના સામે આવી રહી છે. ત્યારે આજે એક એવી ઘટના સામે આવી છે કે, તે સાંભળીને તમને પણ નવાઈ લાગશે. કારણ કે, ખૂૂબ સામાન્ય બાબતે અને પરિવારમાં થયેલી માથાકૂટમાં ઝઘડા થતા જોયા હશે પણ અહીંયા તો પારિવારિક ઝઘડામાં ખૂની ખેલ રમાયો હતો. જેમાં 27 વર્ષના મહિલા સપના ધર્મપાલ તાવડેને ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા.

જોકે આ મહિલાને અન્ય કોઈ વ્યક્તિએ નહીં પણ તેના દિયર દ્વારા જ ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા. જેમાં પરિવારમાં રહેતા આ મહિલાના પતિ અને તેના નાના ભાઈ વચ્ચે જમવા બાબતે પરિવારમાં માથકૂટ થઈ હતી. આ દરમિયાન તેના મોટા ભાઈનો મોબાઇલ નીચે પછાડયો હતો. તેથી મોટા અને નાના ભાઇ અને ભાભી વચ્ચે લડાઈ ઉગ્ર બની ગઈ હતી.

આ દરમિયાન ઉશ્કેરાઇને રાષ્ટ્રપાલ ચપ્પુ લઇને ધર્મપાલ અને સપના પાછળ દોડયો હતો અને સપનાને ચપ્પુના ઘા મારી દીધા હતા. આ પરિવારમાં બનેલી ઘટનાને લઈને એક સમયે વિસ્તારમાં લોકો વિચારમાં પડી ગયા હતા કે, જમવાના સામાન્ય મુદ્દે બે ભાઈ ભાઈના ઝઘડામાં નાના ભાઈ ભાભીને ચાપુના ઘા મારવામાં આવ્યા હતા.

જોકે ઇજાગ્રસ્ત ભાભીને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. દિયરે ભાભીને કમર અને ડાબા હાથમાં ઘા માર્યા હતા. પોલીસ દ્વારા આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરવામાં આવી છે. એક ભાઈ પર હુમલો કરનાર દીયર હાલમાં ભાગી જતા પોલીસ દ્વારા તેને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *