સુરતના વેપારીએ મુંબઈની મોર્ડન છોકરી સાથે કર્યા લગ્ન, હાલ પત્નીના અફેર્સના ચિટ્ઠા ખુલી રહ્યા છે

કાપડનો ધંધો કરતા એક વેપારીએ પોતાની પત્ની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી છે. વેપારીએ પત્ની પર જે આક્ષેપ કર્યા છે તેનાથી પોલીસ પણ ચોંકી ઉઠી છે.…

કાપડનો ધંધો કરતા એક વેપારીએ પોતાની પત્ની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી છે. વેપારીએ પત્ની પર જે આક્ષેપ કર્યા છે તેનાથી પોલીસ પણ ચોંકી ઉઠી છે. વેપારીનું કહેવું છે કે, 2010માં તેમના લગ્ન થયા હતા, અને હનિમૂન પર ગયા ત્યારથી જ લગ્નજીવનમાં સમસ્યાઓ શરુ થઈ ગઈ હતી. અત્યારે સ્થિતિ એવી આવી ગઈ છે કે પત્ની વેપારીના પરિવારજનોને મારવા લાગી છે, અને છૂટાછેડા જોઈતા હોય તો 25 કરોડ આપવા પડશે તેમ કહી વેપારીને પણ દબાવી રહી છે.

સુરતના વેપારી જયરાજ (નામ બદલ્યું છે)ના લગ્ન 2010માં મુંબઈની નમિતા (નામ બદલ્યું છે) સાથે થયા હતા. વેપારીનો આરોપ છે કે, તેઓ હનીમૂન પર ગયા ત્યારે જ નમિતાએ દારુ પીવાની ડિમાન્ડ કરી હતી. પોતાની પત્નીને લગ્ન પહેલા અનેક પુરુષો સાથે અફેર રહી ચૂક્યા હોવાનું પણ જયરાજને પાછળથી જાણવા મળ્યું હતું. પોતાના પૂર્વ પ્રેમીઓમાંથી કેટલાક સાથે તો નમિતાને શારીરિક સંબંધો પણ હતાં તેવો પણ જયરાજે ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.

ભટાર વિસ્તારમાં રહેતા જયરાજનું કહેવુ છે કે, પત્નીના ત્રાસથી કંટાળીને જ્યારે તેણે છૂટાછેડા માગ્યા ત્યારે તેણે 25 કરોડની ડિમાન્ડ કરી. આ રકમ ખૂબ મોટી હોવાથી જયરાજે તે આપવાની ના પાડી દીધી. જેનાથી ગુસ્સે થયેલી પત્નીએ પોતાના પરિવારજનોને બોલાવીને પતિના પરિવારજનોને ફટકારીને તેમને મારી નાખવાની ધમકી આપી હતી.

2018માં નમિતા પોતાના મા-બાપના ઘરે ચાલી ગઈ હતી, અને ત્યાં રહીને તેણે વનરાજ પાસેથી રુપિયા માગવાનું શરુ કર્યું હતું. શરુઆતમાં તો તે બે કરોડ માગતી હતી, પરંતુ પછી તેણે ડિમાન્ડ વધારીને 25 કરોડ કરી નાખી હતી. હવે તો પત્ની એવી ધમકી આપી રહી છે કે તે આપઘાત કરી લેશે, અને તેમાં પોતાને ફસાવી દેશ તેમ પણ જયરાજે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે.

પત્નીના ત્રાસથી કંટાળેલા જયરાજે આખરે 26 નવેમ્બરના રોજ આ અંગે પોલીસમાં ફરિયાદ આપી છે. તેણે છેલ્લા ત્રણ મહિનાથી પત્ની દ્વારા અપાતા ત્રાસના પુરાવા પણ પોલીસને આપ્યા છે. પોલીસનું કહેવું છે કે, હાલ આ મામલાની તપાસ શરુ કરાઈ છે, અને બંને પક્ષોના નિવેદન નોંધ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *