સુરત: રાતના અંધારામાં થયું બાળકીનું અપહરણ, શંકાસ્પદ મહિલા CCTVમાં કેદ

Surat: Child kidnapped, suspected woman caught in CCTV

સુરતના વરાછા વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકીનું અપહરણ થયુ. માતા-પિતા વહેલી સવારે જ્યારે જાગ્યા ત્યારે જોયું કે બાળકી તેમની પાસે નથી. બાળકીની ભાળ ન મળતા તેના માતા-પિતાએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસે બાળકી ગુમ થયાના મામલે જુદી-જુદી ટીમ બનાવી તપાસ પણ શરૂ કરી છે. પોલીસને તપાસ દરમ્યાન રેલવે સ્ટેશન પાસેથી શંકાસ્પદ મહિલાના સીસીટીવી ફુટેજ મળી આવ્યા છે. તો બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચની ચાર ટીમ, એસઓજીની ટીમ અને વરાછા પોલીસની ત્રણ ટીમો બાળકીની શોધખોળ માટે કામે લાગી છે.

પોલીસ રેલ્વે સ્ટેશન સહિત બસ સ્ટેન્ડના આશરે 200 જેટલા સીસીટીવી ફૂટેજને જોવામાં આવી રહ્યા છે. ત્યારે પોલીસે બાળકીને શોધવા પોસ્ટરના આધારે પણ તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: