સુરતના આ યુવાને 50 લાખ જેટલી કિમતમાં તૈયાર થતું મશીન માત્ર એટલી કિમતમાં કે બોલી ઉઠશો શાબાશ

Published on: 8:54 am, Mon, 11 January 21

ગુજરાતનાં લોકો કઈક નવું કરી બતાવતા હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક જાણકારી સુરત શહેરમાંથી સામે આવી રહી છે. કોરોના  મહામારીને લઈ લોકડાઉન થયા પછી સૌપ્રથમ વાર શહેરમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજીત કરવામાં આવેલ ત્રિ-દિવસીય ‘સીટેક્ષ એક્ષ્પો-2021’ અંતર્ગત કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાનીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.

જેમાં એક રોચક ફેબ્રિક્સ(એમ્બ્રોઇડરી) મશીન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ મશીન બનાવનાર ચંદ્રકાંત પાટીલ ફક્ત ધોરણ 10 પાસ છે. જ્યારે આ મશીન બનાવવા માટે તેમણે પત્નીના ઘરેણાં પણ ગીરવે મૂકી દીધા હતા. મશીન બનાવનાર ચંદ્રકાંત પાટીલના કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણખુબ પ્રશંસા કરી હતી.

અહીં નોંધનીય છે કે, સોશિયલ મીડિયા પર કુલ 200 વખત વીડિયો જોયા પછી આ મશીન તૈયાર કરવામાં આવ્યું છે. તેઓ પહેલાં પણ લુમ્સના કારખાનામાં મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં હતાં. આ મશીનની વિદેશી મશીન કરતા ઉત્પાદન ક્ષમતા વધારે છે.

સુરતના વિવિધ વિભાગમાંથી મશીનને લગતા ટુલ્સ મંગાવ્યા :
મૂળ મહારાષ્ટ્રના તેમજ છેલ્લા સતત 12 વર્ષથી સુરતમાં રહેતા ચંદ્રકાન્ત પાટીલ દ્વારા ટેક્સટાઇલ ઉદ્યોગમાં મદદરૂપ થઈ શકે તેવું એક મશીન તૈયાર કરવામાં આવ્યું છે. આ મશીન એમણે લોકડાઉનના નવરાશના સમયમાં ઘરે રહીને જ તૈયાર કર્યું છે.

સુરતના વિવિધ વિભાગમાંથી મશીનને લગતા ટુલ્સ મંગાવીને સોશિયલ મીડિયા પર કુલ 200 વખત વીડિયો જોયા પછી આ મશીન તૈયાર કરવામાં આવ્યું છે. તેઓ પહેલાં લુમ્સના કારખાનામાં મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

પત્નીના કુલ 2.5 લાખના ઘરેણાં ગીરવે મુકવાની સાથે 2% વ્યાજે રૂપિયા લીધા :
ઉત્પાદક ચંદ્રકાંત પાટીલ જણાવે છે કે, લોકડાઉન વખતે પત્નીના 2.5 લાખ રૂપિયાના ઘરેણાં ગીરવે મુકવાની સાથે 2% માસિક વ્યાજ લઈને કુલ 31 લાખ રૂપિયાના ખર્ચે, મારા ભાઈ નરેન્દ્રની સાથે મળીને રોચક મશીન માત્ર 2 મહિનામાં તૈયાર કરવામાં આવ્યું છે.

આ પ્રકારનું આયાતિ મશીન માત્ર 1 કલાકમાં કુલ 140 મીટર ફેબ્રિક્સનું ઉત્પાદન કરે છે. અમારું મશીન કુલ 200 મીટરનું ઉત્પાદન કરે છે. આયાતિ મશીનની કિંમત અંદાજે 48 લાખથી શરૂ થતી હોય છે જયારે આ મશીન માત્ર 22 લાખ રૂપિયામાં મળી રહે છે.

200 વખત વીડિયો જોયા બાદ મશીન તૈયાર કર્યું :
ચંદ્રકાંત પાટીલ જણાવે છે કે, કુલ 5 વર્ષ અગાઉ મુંબઈ એક્ઝિબિશનમાં આ મશીન જોયું હતું પણ તેની કિંમત કુલ 48 લાખ રૂપિયા હતી જે ખુબ વધુ હતી. ત્યારથી જ મારા મગજમાં હતું કે, આવું મશીન હું પણ બનાવીશ. સુરતમાં મશીનની ખુબ માંગ રહેલી છે પણ ભાવ ખુબ વધુ હોવાને લીધે સુરતમાં કોઈ લઈ શકે તેમ નથી.

જેને કારણે સોશિયલ મીડિયા પર વારંવાર રીપિટ વીડિયો જોઈને સ્ક્રીનશોટ કાઢીને ઘરે આ મશીન બનાવવામાં આવ્યું છે. મશીન બનાવવા માટે 2 મહિનાનો સમય લાગ્યો છે. આ મશીન ‘મેક ઈન ઈન્ડિયા’ ની સાથે જ ‘મેક ઈન સુરત’ પણ છે.

મશીન મોંઘાદાટ મશીનોને ટક્કર આપે તેવું
લોકડાઉન બાદ સૌ પ્રથમ ઓફલાઇન ટેક્સટાઇલ મશીનરી સીટેક્ષ એક્ષ્પો-2021નું કેન્દ્રના ટેક્સટાઈલ પ્રધાન સ્મૃતિ ઈરાની દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં ચંદ્રકાન્તભાઈ દ્વારા આ મશીન મુકવામાં આવ્યું છે. આ મશીન મોંઘાદાટ મશીનોને ટક્કર આપે તેવું છે. બજારમાં હાલમાં જે એમ્બ્રોઇડરી મશીન આવે છે તેમાં માત્ર 6 મીટર કાપડ જ બની શકે છે. આ મશીનમાં કુલ 200 મીટરનો તાંકો લગાવીને બનાવી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle